Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

દક્ષિણ અમેરિકાના આ દેશમાં વીજ સંકટથી હાહાકાર મચી જવા પામ્યો

નવી દિલ્હી:  દુનિયાના ઘણા દેશો ભીષણ ગરમી અને હવામાનમાં થયેલા ફેરફારોના કારણે પૂર-દુકાળ જેવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે.દક્ષિણ અમેરિકન દેશ ઈક્વાડોરમાં પડેલા દુકાળના કારણે સમગ્ર દેશમાં વીજળીનુ સંકટ ઘેરુ બન્યુ છે. ઈક્વાડોર પોતાની વીજ માગ સંતોષવા માટે મોટાભાગે હાઈડ્રો પાવર પ્રોજેકટ પર આધાર રાખે છે. અલ નીનોની અસરના કારણે હાલમાં દેશ દુકાળનો સામનો કરી રહ્યો હોવાથી નદીઓ અને જળાશયોમાં પાણી ઓછુ થઈ ગયુ છે. જેના કારણે હાઈડ્રો પાવર પ્લાન્ટ થકી થતા વીજ ઉત્પાદન પર ગંભીર અસર પડી છે.દેશમાં વીજળીની માંગ સામે પુરવઠોએ હદે ઓછો થયો છે કે, સરકારે લોકોને વીજળી ઓછી વાપરવા માટે અપીલ કરી છે. દેશમાં જન જીવન પણ વીજ સંકટના કારણે પ્રભાવિત થયુ છે. ઈન્ટરનેશનલ ન્યૂઝ એજન્સીએ પોતાના અહેવાલમાં કહ્યુ છે કે, પાણી વગર હાઈડ્રો પાવર પ્લાન્ટ ચલાવવા શક્ય નથી. સરકારે દેશમાં વીજ કટોકટીના કારણે બે દિવસ સુધી સરકારી અને ખાનગી કંપનીઓના કર્મચારીઓને ઘરે રહેવાનો આદેશ આપી દીધો છે.

 

(5:22 pm IST)