Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

દુનિયાના લગભગ 200દેશોમાં લોકો અલગ અલગ રીતે લોકો બનાવી રહ્યા છે પોતાની ડિઝાઇનના માસ્ક

નવી દિલ્હી: દુનિયાના લગભગ 200 દેશોમાં અત્યારે ઘરની બહાર કદમ મુકતાં પહેલાં મોઢે માસ્ક પહેરવાની સૂચના અપાયેલી છે. એને કારણે બધા જાત-જાતના માસ્ક બનાવે છે, ડિઝાઈન કરે છે અને એમાં તેમની ક્રીએટીવીટી પણ સોળે કળાએ ખીલી રહી છે. સહુ જાણે છે કે માસ્ક પહેરવો સેફટી માટે બહુ જરૂરી છે અને છતાં અનેક લોકો એમ માસ્ક વિના નીકળી પડે છે. અનેક જગ્યાઓએ માસ્ક પહેરનારાને દંડ પણ જાહેર થયો છે અને છતાં બાબતે પૂરતી ગંભીરતા જોવા નથી મળતી.

            બાબતે એક યુટયુબરભાઈને જબરો ગુસ્સો આવ્યો છે. તેણે માસ્ક પહેરનારાઓને સજા થાય એવી ગન તૈયાર કરી છે. ગન બીજી કોઈ હાની પહોંચાડતી નથી, પણ મોંએ માસ્ક લગાવી આપે છે. માસ્ક-ગન બનાવવા માટે યુટયુબરે ખાસ્સી જહેમત કરી છે.

(6:43 pm IST)