Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

અમેરિકામાં હવે ફરીથી કર્મચારીઓ જઈ રહ્યા છે ઓફિસ પર

નવી દિલ્હી: કોરોનાકાળમાં રિમોટ વર્કનું ચલણ વધ્યું. અમેરિકામાં મે, 2020 દરમિયાન સૌથી વધુ 35% કર્મચારીઓ રિમોટ વર્કિંગ કરતા હતા. એટલે કે ઓફિસે નહોતા જતા પણ હવે શિયાળાની શરૂઆત સાથે જ માત્ર 11% કર્મચારીઓ જ રિમોટ વર્કિંગ કરી રહ્યા છે.

કર્મચારીઓ હવે વર્ક ફ્રોમ વર્કના જૂના રૂટીન તરફ વળી રહ્યા છે. તેને ‘ગ્રેટ ઓફિસ રિઓપનિંગ’ નામ અપાયું છે. અંદાજે 50% કર્મચારીઓ વર્ક ફ્રોમ વર્ક તરફ વળ્યા છે પણ હજુય અમેરિકામાં લગભગ 11% કર્મચારીઓ રિમોટ વર્કિંગ કરે છે, મતલબ કે ઓફિસે નથી જતા. કોરોનાકાળમાં ઘણી મોટી કંપનીઓએ રિમોટ વર્ક લાગુ કર્યું પણ હવે સ્થિતિ બદલાતાં ઓફિસોમાં ભ્રમની સ્થિતિ સર્જાઇ રહી છે. વર્ક ફ્રોમ વર્કમાં કામ કરતા કર્મીઓ અંગે ઘણા સાથી કર્મીઓને ખબર જ નથી હોતી. એક એચઆર કંપનીના એક્ઝિક્યુટિવનું કહેવું છે કે હાઇબ્રિડ વર્કને કારણે વર્ક ફ્રોમ વર્ક કરતા કર્મચારીને કે રિમોટ વર્કિંગ કરતા કર્મચારીને આ અંગે ખબર નથી હોતી.

(5:02 pm IST)