Gujarati News

Gujarati News

News of Saturday, 18th December 2021

ઇસ્લામાબાદમાં 3 દિવસ સુધી ફોન સેવા બંધ કરી સરકારી રજાની જાહેરાત કરવામાં આવી

નવી દિલ્હી: પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ઓર્ગેનાઇઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (OIC)ની સમિટ યોજાઇ રહી છે. શનિવારે શરૂ થયેલી આ બેઠક 20 ડિસેમ્બર સુધી ચાલશે. સમિટની મુખ્ય બેઠક આવતીકાલે 19 ડિસેમ્બરે મળશે અને સાઉદી અરબ તેની અધ્યક્ષતા કરશે. 57 મુસ્લિમ દેશ OICના સભ્યો છે. ગુરુવાર સુધી માત્ર 24 દેશોએ જ બેઠકમાં સામેલ થવાનું સ્વીકાર્યું છે. પાકિસ્તાન સરકારે આ દેશોની યાદી પણ જાહેર કરી નથી.આ સમિટમાં માત્ર સંકળાયેલા દેશોના વિદેશ મંત્રીઓ જ સામેલ થશે. 5 ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશનના સભ્યોને પણ સમિટમાં સામેલ થવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. સુરક્ષાને ધ્યાનમાં લેતા ઇસ્લામાબાદમાં શુક્રવારથી રવિવાર સુધી ફોન અને મોબાઈલ ફોનની સેવા બંધ રહેશે. એટલી સઘન સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે કે પાકિસ્તાન સરકારે 18 અને 19 ડિસેમ્બરે રજાની જાહેરાત કરી છે. ગૃહ મંત્રી શેખ રાશિદે જણાવ્યુ હતું કે સોમવારે પણ રજા જાહેર કરવાની ભલામણ કરવામાં આવી છે.

(5:38 pm IST)