Gujarati News

Gujarati News

News of Wednesday, 19th August 2020

જયપુરના અલ્બર્ટ હોલ મ્યુઝીયમમાં 5ફૂટ પાણી ભરાઈ જતા ગેલેરીમાં રાખવામાં આવી 2400 વર્ષ જૂની મમીના 4 ફૂટ ઊંચા બોક્સ પાણીના કારણોસર બહાર આવ્યા

નવી દિલ્હી: 14 ઓગષ્ટના રોજ જયપૂરમાં 7.36 ઈંચ વરસાદ થયો જેના કારણે અલ્બર્ટ હોલ મ્યૂઝિયમમાં 5 ફુટ પાણી ભરાઈ ગયુ. મ્યૂઝિયમમાં બેસમેંન્ટની ગેલેરીમાં રાખવામાં આવેલી 2400 વર્ષ જૂની મમીના 4 ફુટ ઉંચા બોક્સ સુધી પાણી પહોચી ગયુ. કર્મચારીઓએ કાચને તોડીને મમીને બહાર કાઢી હતી. સારી વાત તો છે કે, મમી ખૂબ ઉંચાઈ પર કાચમાં પેક રાખવામાં આવી હતી.

          તુતુ નામની મહિલાની મમ્મી 322 પૂર્વે ટૌલોમાઈકયુગની છે. ઇજિપ્તની મહિલા પુજારી તૂતુની સચવાયેલી મૃતદેહને પેનોપોલિસ શહેરના અખમીનથી લાવવામાં આવી હતી. કહેવાય છે કે, 2400 સો વર્ષ જૂની મમ્મીને કાહિરા લાવવામાં આવી હતી અને 130 વર્ષ પહેલાં જયપુર પહોંચી હતી.

(6:28 pm IST)