Gujarati News

Gujarati News

News of Wednesday, 19th August 2020

કાબુલમાં બુધવારના રોજ અફઘાન સરકારના કર્મચારીઓને નિશાન બનાવી કરવામાં આવેલ હુમલામાં બેના મૃત્યુ:બે ઈજાગ્રસ્ત

નવી દિલ્હી:કાબુલમાં બુધવારના રોજ બપોરના સમયે અફઘાન સરકારના કર્મચારીઓને નિશાન બનાવીને કરવામાં  આવેલ હુમલામાં એક પોલીસ અધિકારી સહીત બે લોકોના મૃત્યુ નિપજ્યા છે તેમજ અને બે શખ્સોને ગંભીર રીતે ઇજા  પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે પોલીસ અધિકારીએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે હજુ સુધી હુમલાની જવાબદારી કોઈ પણ સંગઠન દ્વારા  લેવામાં આવી નથી.

       કાબુલ પોલીસના પ્રવકતા ફરદોસ ફરમાજે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે એક  બોબ પોલીસ વાહન પર લગાવવામાં આવ્યો હતો જયારે બીજો શિક્ષા મંત્રાલયની એક કારમાં લગાવવામાં આવ્યો હતો. ફરમાજે કહ્યું છે કે પોલીસ બને હુમલાની તપાસ કરી રહી છે.

 

(6:31 pm IST)