Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

દક્ષિણ જાપાનમાં આ દેશમાં આવેલો છે કેટ આઇલેન્ડ

નવી દિલ્હી: પાનમાં અનેક ટાપુઓ પોતાની આગવી વિશેષતા ધરાવે છે. દક્ષિણ જાપાનમાં ઓશિમા નામનો એક ટાપુ આવેલો છે. અહીંયા માણસો કરતા બિલાડીઓ વધારે રહેતી હોવાથી કેટ આઇલેન્ડ તરીકે ઓળખાય છે. જીજ્ઞાાસુ પ્રવાસીઓ ૧.૬ કિમી લંબાઇ ધરાવતા આ કેટ આઇલેન્ડની અચૂક મુલાકાત લે છે. ઓશિમા એ જાપાનના ઇશિનોમાકી શહેરનો ભાગ ગણાતો એક નાનો ટાપુ છે છતાં તે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. અજિશિમાના પશ્ચિમ ભાગમાં પ્રશાંત મહાસાગરના ઓશિકા પ્રાયદ્વીપ પરના આ કેટ આઇલેન્ડ પર ૧૯૫૦માં ૯૦૦ લોકો રહેતા હતા. બીજા વિશ્વયુધ્ધ પછી માછીમારી સાથે સંકળાયેલા લોકો મોટી સંખ્યામાં અહીં રહેવા આવ્યા હતા. માછીમારી પાલન ઘટતું ગયું તેમ લોકો ક્રમશ સ્થળાંતર કરીને શહેર તરફ આવતા ટાપુ ખાલી થવા લાગ્યો. હાલમાં માત્ર ૧૫ જેટલા લોકો વસવાટ કરે છે જેમાંના મોટા ભાગના બુઝુર્ગ છે. ટાપુ પર રહેતા વડિલોના સંતાનો કયારેક માતા પિતાને મળવા આવે છે. ૧૫ લોકોની સામે ટાપુ પર બિલાડીઓની સંખ્યા ૨૦૦ કરતા વધારે છે. આથી ટાપુ પર જયાં જુઓ ત્યાં ચો તરફ બિલાડીઓ જ દેખાય છે.

(7:29 pm IST)