Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

મધ્ય આફ્રિકન રિપબ્લિકમાં ચીન દ્વારા સોણાની ખાણમાં બંદૂકધારીઓનો હુમલો:9ના મૃત્યુ.

નવી દિલ્હી: મધ્ય આફ્રિકન રિપબ્લિક(Central African Republic)માં ચીન દ્વારા સંચાલિત સોનાની ખાણમાં બંદૂકધારીઓએ હુમલો કરવાના અહેવાલ મળ્યા છે.  આ હુમલામાં ખાણમાં કામ કરતા 9 ચીની નાગરિકોના મોત થયા હતા અને અન્ય બે ઘાયલ થયા હતા. અહેવાલ અનુસાર ચીનની કંપનીએ હાલમાં જ આ ખાણમાં કામ શરૂ કર્યું હતું. પીડિતોના મૃતદેહોને બાદમાં રાજધાની બાંગુઈ લાવવામાં આવ્યા હતા. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે હુમલાખોરોની શોધ ચાલી રહી છે. અહીંના સ્થાનિકો કહે છે કે હિંસાની તાજેતરની ઘટના સુરક્ષાદળોમાં વિશ્વાસના અભાવને દર્શાવે છે. તેમણે કહ્યું કે સરકાર મધ્ય આફ્રિકન અને દેશમાં રહેતા વિદેશી નાગરિકોની સુરક્ષા કરવામાં નિષ્ફળ રહી હોવાનું જણાય છે. જોકે આ હુમલાની જવાબદારી કોઈ સંગઠને લીધી નથી, પરંતુ બળવાખોર જૂથોના ગઠબંધન પેટ્રિઓટ્સ ફોર ચેન્જ અથવા સીપીસી પર શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જે આ પ્રદેશમાં સક્રિય છે અને દેશના સશસ્ત્ર દળો પર નિયમિત હુમલા કરી રહ્યું છે. બળવાખોર જૂથોનું ગઠબંધન ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાન્કોઇસ બોઝિગે તરફી વલણ ધરાવે છે. પરંતુ સીપીસીએ એક નિવેદન બહાર પાડીને હિંસા પાછળ વેગનર જૂથના રશિયન ભાડૂતી સૈનિકોનો હાથ હોવાનો  આરોપ લગાવ્યો હતો. જોકે, તેણે કોઈ પુરાવા આપ્યા નથી.

(7:31 pm IST)