Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2024

સોના કરતા પણ મોંઘી છે આ ધાતુ

નવી દિલ્હી: સોનું દુનિયામાં સૌથી આકર્ષક અને મોંધી ધાતુ માનવામાં આવે છે. સોનાના ભાવોની વધઘટ પર સૌની નજર હોય છે પરંતુ આ જાણીને નવાઇ લાગશે કે સોના કરતા પણ એક મોંઘી ધાતું છે તેનું નામ રોડિયમ છે. રોડિયમની રાસાયણિક સંજ્ઞા આરએચ અને પરમાણુ સંખ્યા ૪૫ છે. નિષ્ણાતોનું માનવું છે કે રોડિયમ દુલર્ભ છે અને કાર નિર્માણમાં વપરાતું હોવાથી તેની કિંમત વધારે છે. સોનાની કિંમત પ્રતિ 10  ગ્રામ 75 હજાર આસપાસ છે ત્યારે રોડિયમની કિંમત 1 લાખને 50 હજાર આસપાસ છે જે સોના કરતા પણ બમણા ભાવે છે. રોડિયમ કયારેય શુધ્ધ સ્વરુપે મળતું નથી તેમાં પ્રોસેસ કરવી પડે છે. પ્લેટિનમ,તાંબા અને નિકલના સંશોધન પછી મળે છે. રોડિયમ વિશે માનવામાં આવે છે કે 1800ની સાલમાં ક્રિસમસના અવસરે યુકેના વૈજ્ઞાનિક વિલિયમ હાઇડ વોલાસ્ટન શુધ્ધ પ્લેટિનમનો અયસ્કનો ટુકડો નુએવા ગ્રેનેડા (કોલંબિયા)માં ગેર કાયદેસર રીતે લાવ્યા હતા. તેમનું માનવું હતું કે આનાથી નવી રાસાયણિક પ્રક્રિયા તૈયાર કરી શકાશે જે નરમ પ્લેટિનમ બનાવી દેશે પરંતુ તેમને જે ચીનનો નમૂનો મંગાવ્યો હતો કે એક નવી અને દુલર્ભ ધાતું હતી. વિલિયમે એક એવી રાસાયણિક પ્રક્રિયા શરુ કરી જેથી પ્લેટિયમને અલગ કરીને સ્થિતિ સ્થાપક બનાવી દીધું હતું. આ પ્રયોગ પછી ધૂલનશીવ અને ગેર ધુલનશીલ બંને પ્રકારના અવશેષો મળ્યા હતા.  છેવટે તેમાંથી લાલ રંગનું સોલ્ટ બચ્યું હતું. પ્લેટિનમમાં આ પ્રકારનું લાલ નમક હોતું નથી. ત્યાર પછી વૈજ્ઞાનિક એવા તારણ પર પહોંચ્યા હતા કે આની અંદર કોઇ વસ્તું હયાત છે. ઇસ ૧૮૦૩ ખી ૧૮૦૪ દરમિયાન બે ધાતુની શોધ કરી જેમાં એકનું નામ પેલેડિયમ અને બીજાનું નામ રોડિયમ રાખ્યું હતું. રોડિયમ અત્યંત ચમકતી ધાતું છે જેના પર કાટ લાગતો નથી. આનો ઉપયોગ ઓટોમોબાઇલ, આભૂષણ, રસાયણ અને વીજળી ક્ષેત્રમાં ઉપયોગ થાય છે. આ ધાતું દુલર્ભ હોવાથી તેની કિંમત ખૂબજ ઉંચી રહે છે.

 

(6:11 pm IST)