Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

એન્ટાર્કટિકાના ડૂમ્સ ડે ગ્લેશિયર પીગળવાની ઝડપમાં વધારો થયો હોવાની માહિતી

નવી દિલ્હી: પૃથ્વીના તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો હોવાથી તેની અસર સદીઓથી અખંડ રહેલા એન્ટાર્કટિકાના બરફ પર પણ પડી છે. છેલ્લાં ૫૫૦૦ વર્ષથી ન પીગળેલી એન્ટાર્કટિકાની હિમશીલાઓ ઝડપભેર પીગળી રહી છે. તેના કારણે આ સદીના અંત સુધીમાં સમુદ્રની જળસપાટી ધાર્યા કરતાં વધારે ઊંચી આવી શકે છે. આંતરરાષ્ટ્રીય થ્વાઈટ્સ ગ્લેશિયરના ડેટાનો અભ્યાસ કરીને બ્રિટિશ સંશોધકોએ તારણ રજૂ કર્યું હતું કે એન્ટાર્કટિકાનો  બરફ સાડા પાંચ હજાર વર્ષોમાં જેટલો પીગળ્યો ન હતો એટલો હવે પીગળી રહ્યો છે. આ સંશોધનના સહલેખક ઈમ્પિયરલ કોલેજના વિજ્ઞાાની ડૉ. ડાયલન રૃડે કહ્યું હતું કે છેલ્લી ઘણી સદીથી એન્ટાર્કટિકાના ગ્લેશિયર સ્થિર રહ્યા હતા. આ હિમશીલાઓ ખાસ પીગળતી ન હતી, જેમ હતી એમ જ રહી હતી. પરંતુ હવે છેલ્લાં થોડાંક દશકાથી પૃથ્વીનું તાપમાન વધ્યું હોવાથી હિમશીલાઓ પીગળી રહી  છે. આ વિજ્ઞાાનીના કહેવા પ્રમાણે એન્ટાર્કટિકામાં પશ્વિમી આઈસ શીટમાં થ્વાઈટ્સ અને પાઈન આઈર્લેન્ડ ગ્લેશિયર છે. આ બંને ખૂબ જ વિશાળ છે. એટલે તેને ડૂમ્સ ડે ગ્લેશિયર નામ આપવામાં આવ્યું છે. જો એ પીગળે તો પૃથ્વીમાં નક્કી મહાપ્રલય આવી શકે છે. પશ્વિમ એન્ટાર્કટિક આઈસ શીટ પૃથ્વીની ગરમીના કારણે તૂટી રહી છે. જો એ પીગળતી રહેશે તો ભવિષ્ય માટે ખતરો સર્જાશે. તેનાથી સમુદ્રની સપાટી ધારણાં કરતા ત્રણ-ચાર ટકા વધી શકે છે. જે ગતિથી ગ્લેશિયલ પીગળે છે એ જોતાં જે ૫૫૦૦ વર્ષોમાં ન થયું એ એક-બે સદીમાં થઈ જશે.

(6:56 pm IST)