Gujarati News

Gujarati News

News of Thursday, 20th August 2020

કેલિફોર્નિયામાં ફરી ફાટી નીકળ્યો દાવાનળ : હજારો લોકોનું સ્થળાંતર

ન્યુયોર્ક,તા.૨૦: અમેરિકાના કેલિફોર્નિયા માટે દાવાનળ એટલે કે જંગલોમાં આગ ફાટી નીકળવી સામાન્યવાત બની ગઇ હોય તેવી રીતે છાસવારે આગ લાગી જાય છે અને લાખો ચોરસ મિટરમાં ફેલાયેલા જંગલો રાખનાં ઢેરમાં પલ્ટી જાય છે. આવી જ રીતે ફરી એક વખત  અમેરિકાના કેલિફોર્નિયામાં ઠેકઠેકાણે દાવાનળ ફાટી નીકળ્યો હોવાની વિગતો સામે આવી રહી છે. આગની ભયાનકતા અને પૂર્વનાં અનુભવોના આધારે જો કે, આ વખત શરૂઆતમાં જ તાકીદે હજારો લોકોનું સ્થળાંતર હાથ ધરાયું છે.

કેલિફોર્નિયાના ગવર્નર દ્વારા કટોકટીની સ્થિતિ પણ જાહેર કરી દીધી હોવાનું સામે આવી રહ્યુ છે. ડઝનેક જગ્યાએ ફાટી નીકળેલા ભયાનક દાવાનળને કાબૂમાં કરવા માટે ફાયરફાઇટર કર્મચારીઓ અને તંત્ર મેદાનમાં આવી ગયા છે. રાજયવ્યાપી હીટવેવ ચાલુ હોવાથી વીજળીની ઝપેટમાં આવી જવાથી ફાટી નીકળ્યો છે તેવી પ્રાથમીક માહિતી સ્ટેટ ઇન્ફોરમેસન ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરવામાં આવી છે. રાજયમાં ચાલીસેક જગ્યાએ ભયાનક દાવાનળ ફાટ્યાથી હાહાકાર મચી જવા પામ્યો છે.

(11:49 am IST)