Gujarati News

Gujarati News

News of Thursday, 20th August 2020

ઇઝરાયલ-સંયુક્ત અરબ અમીરાત વચ્ચે શાંતિ કરાર બાદ અટકળો સામે આવી

નવી દિલ્હી: ઈઝરાયેલ અને સંયુક્ત અરબ અમીરાતની વચ્ચે શાંતિ કરાર બાદ એવી અટકળો લાગી રહી છે કે પશ્ચિમ એશિયાના વધુ કેટલાક દેશો વહેલી તકે આવું કરી શકે છે. ત્યાંજ સાઉદી અરબે ઈઝરાયેલની સાથે સાર્વજનિક સ્તરે સંબંધ સ્થાપિત કરવા માટે શરત રાખી છે.

        સાઉદી સરકાર તરફથી જણાવવામાં આવ્યું છે કે, જ્યાં સુધી ઈઝરાયેલ પેલેસ્ટાઈનની સાથે આંતરરાષ્ટ્રીય સ્તર પર માન્યતા પ્રાપ્ત શાંતિ કરાર પર હસ્તાક્ષર નહીં કરે ત્યાં સુધી તેઓ તેમની સાથે રાજદ્વારી સંબંધિ સ્થાપિત નહીં કરે. હાલમાં એક ઐતિહાસિક કરાર કરતા સંયુક્ત રાષ્ટ્ર અમીરાતે ઈઝરાયેલને માન્યતા પ્રદાન કરી અને તેમની સાથે રાજદ્વારી સંબંધ પણ સ્થાપિત કર્યા.

(5:54 pm IST)