Gujarati News

Gujarati News

News of Thursday, 20th August 2020

આફ્રિકી દેશ જિબુતીમાં અંદાજે 50 વર્ષ પહેલા લુપ્ત થઇ ચૂકેલ ઉંદર જેવા હાથી તાજેતરમાં જોવા મળ્યા

નવી દિલ્હી: ગુજરાતીમાં હાથી અને ઉંદરની વાર્તાઓ બહુ સાંભળી હશે પરંતુ ઉંદર જેવડા હાથી હોય શકે એવું કલ્પનામાં પણ નહીં વિચાર્યુ હોય. આફ્રીકી દેશ જીબુતીમાં લગભગ 50 વર્ષ પહેલા લુપ્ત થઈ ચુકેલ ઉંદર જેવા હાથી (Elephant Shrews) તાજેતરમાં મળ્યાં હતાં.

           નાનકડો જીવ દેખાવમાં ઉંદર જેવો છે પરંતુ હાથીની પ્રજાતિમાંથી આવે છે. સ્થાનિક રેકોર્ડ અનુસાર આ Elephant Shrewsને 1970માં છેલ્લી વખત જોવામાં આવ્યાં હતાં. જો કે વર્તમાનમાં ફરીથી મળી આવતા પ્રાણીપ્રેમીઓમાં એક આશા બંધાઈ છે. ઉંદર જેવા હાથી સેંગિસના નામથી પણ ઓળખાય છે. ઉંદર, છછુંદર, હાથી અને ભૂંડની પ્રજાતિના રંગ અને રૂપ ધરાવે છે. આગળથી નાક અણીદાર હોય છે જેનાથી તે કિડા મકોડા ખાય છે. આખી દુનિયામાં તેની 20 જેટલી પ્રજાતિઓ જોવા મળે છે. જોકે સોમાલી સેંગિસ સૌથી વધુ રહસ્યમય પ્રજાતિ છે. અગાઉ જીવ સોમાલિયામાં જોવા મળતા હતા. તેથી તેનું નામ સોમાલી સેંગિસ પડ્યું હતું. ઉલ્લેખનીય છે કે હવે વૈજ્ઞાનિકો જીવ પર વધુ સંશોધન કરી રહ્યાં છે અને તેની સુરક્ષા માટે જરૂરી પગલા ભરશે.

(5:55 pm IST)