Gujarati News

Gujarati News

News of Thursday, 20th August 2020

જર્મનીમાં શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ માટે બનાવવામાં આવ્યા કડક નિયમો

નવી દિલ્હી: કોરોના વાયરસનો ફેલાવો થયો ત્યારથી દુનિયાની સ્કૂલોના દ્વાર બંધ થયા છે. ઘણા દેશોમાં હજુ પણ શાળાઓ બંધ છે. ભારતમાં પણ લોકડાઉન લાગુ થયું ત્યારથી શાળાઓ બંધ છે, જે હજુ ખુલી નથી. ત્યારે યુરોપિયન દેશ જર્મનીએ શાળાઓ ખોલી છે. પરંતુ હવે સ્કૂલનું વાતાવરણ પહેલા કરતા સાવ અલગ છે. કડક નિયમો અને દિશા નિર્દેશો સાથે સરકારે દેશમાં શાળા ખોલવાની મંજૂરી આપી છે. ક્લાસરુમમાં બેસવાથી લઇને ભણવા સુધીની રીતો હવે બદલાઇ ગઇ છે.

         જર્મનીમાં શાળા અને વિદ્યાર્થીઓ માટે જે નિયમો બનાવાયા છે તેવા નિયમો ભારતમાં પણ લાગુ થઇ શકે છે. જર્મનીની અંદર દરેક વિદ્યાર્થીના થર્મલ ટેસ્ટ બાદ ક્લાસરુમમાં પ્રવેશ મળે છે. માસ્ક અને સેનેટાઇઝરને ફરજિયાત કરવામાં આવ્યું છે. ઉપરાંત ક્લાસરુમમાં વિદ્યાર્થીઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગ રહેવું જોઇએ. દરકે વિદ્યાર્થીએ સ્કૂલબેગમાં સેનેટાઇઝર રાખવું ફરજિયાત છે. જેનો સમયાંતરે ઉપયોગ કરવાનો રહેશે. સેનેટાઇઝરના ઉપયોગ માટે ચોક્ક્સ નિયમ ને ટાઇમ પણ નક્કી કરવામાં આવ્યા છે. બાળકો તમામ પ્રકારના નિયમનું બરાબર પાલન કરે તે માટે નોટિસ પણ લગાવવામાં આવી છે. ઉપરાંત તમામ શાળાઓને આખી સેનેટાઇઝ કર્યા બાદ શરુ કરવામાં આવી છે.

(6:00 pm IST)