Gujarati News

Gujarati News

News of Thursday, 20th August 2020

અફઘાનિસ્તાન : તાલિબાનના હુમલામાં સરકાર સમર્થક બળના 13 સભ્યોના મૃત્યુ

નવી દિલ્હી:અફઘાનિસ્તાનના તાખર પ્રાંતમાં તાલિબાન આતંકવાદીઓના હુમલામાં સરકાર સમર્થક બળોના 13 સભ્યોના મૃત્યુ નિપજ્યા છે તેમજ અન્ય ત્રણને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે. મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  બુધવારના રોજ રાત્રીના સમયે ખ્વાજા બહુદીન જિલ્લાના ગુજાર વિસ્તારમાં તાલિબાન આતંકવાદીઓએ સરકાર સમર્થક મિલિશિયા પર હુમલો કર્યો હતો.

        હુમલામાં મુખ્ય લક્ષ્ય સ્થાનિક કમાંડર મલિક તાતાર હતા સુરક્ષા સૂત્રોએ હુમલાની માહિતી આપતા જણાવ્યું છે કે  તેમાં વિદ્રોહી બળોના ઘણા સભ્યોને ગંભીર રીતે ઇજા પહોંચી છે. તેમજ તાલિબાનના  ઘણા આતંકવાદીઓને મોતનેઘાટ ઉતાર્યા હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:01 pm IST)