Gujarati News

Gujarati News

News of Friday, 19th August 2022

જર્મનીમાં મળ્યો મંકીપોક્સનો ખતરનાક કેસ : ને કાળા ઘા સહિત નાક પણ સડ્યું

40 વર્ષનો વ્યક્તિ બન્યો મંકીપોક્સનો શિકાર મંકીપોક્સનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ એઈડ્સ અને સિફિલિસની પણ પુષ્ટિ થઈ

વિશ્વમાં મંકીપોક્સ વાયરસના દર્દીઓ વધી રહ્યા છે. ધીરે ધીરે આ રોગ 90થી વધુ દેશોમાં ફેલાઈ ગયો છે. તેના વિશે દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે, નવા લક્ષણો જોવા મળી રહ્યા છે. તેના વધતા જોખમને જોતા તેના પર સતત સંશોધન પણ ચાલી રહ્યા છે. આ દરમિયાન મંકીપોક્સનો સૌથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સામાં મંકીપોક્સથી પીડિત વ્યક્તિનું નાક સડવા લાગ્યું છે. આ દર્દીને જોઈને ડોક્ટરો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. હાલ તેની સારવાર ચાલી રહી છે.

પ્રથમ લાલ ફોલ્લીઓ, પછી સડો નાક સુધી પહોંચી ગયો હતો. જર્મનીમાં રહેતા 40 વર્ષના એક વ્યક્તિએ થોડા દિવસો પહેલા તેના નાક પર લાલ ડાઘ જોયો. તે તરત જ ડૉક્ટર પાસે ગયો અને સમસ્યા જણાવી. ફોલ્લીઓ જોઈને ડૉક્ટરે કહ્યું કે તે સનબર્ન છે. થોડા દિવસો પછી, વ્યક્તિની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ અને નાક પરનો લાલ ડાઘ કાળો થઈ ગયો અને મોટા ઘાનું રૂપ લઈ લીધું. તેનું નાક સડવા લાગ્યું હતું. જે બાદ તે ફરી ડોક્ટર પાસે ગયો.

મેડિકલ જર્નલ ઈન્ફેક્શન અનુસાર ડોકટરોને તેના નાક સિવાય તેના આખા શરીર પર પરુ ભરેલા ચાંદા જોવા મળ્યા, ખાસ કરીને તેના મોંની આસપાસ અને તેના પ્રાઈવેટ પાર્ટ પર. આ પછી તેનો મંકીપોક્સ માટે ટેસ્ટ કરવામાં આવ્યો, જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. મંકીપોક્સની પુષ્ટિ થતાં જ ડોક્ટરોએ તેની સારવાર શરૂ કરી. રાહત માટે તેમને એન્ટિ-વાયરલ આપવામાં આવ્યું હતું.

 તબીબોએ સારવાર આગળ ધપાવી અને તેનો STI ટેસ્ટ પણ કરાવ્યો. જ્યારે તેનો રિપોર્ટ આવ્યો તો ડોક્ટરોની મુશ્કેલી વધી ગઈ. ખરેખર આ દર્દીમાં HIV અને સિફિલિસ બંનેની પુષ્ટિ થઈ હતી. સિફિલિસ તેના અંગોમાં ખૂબ ફેલાયો છે. વધુ પરીક્ષણોમાં, એચ.આઈ.વી એઈડ્સમાં આગળ વધ્યો હતો. ડૉક્ટરોનું કહેવું છે કે તેની ત્વચાના ઘા એન્ટી વાઈરલ દવાથી સુકાઈ ગયા છે, પરંતુ તેનાથી તેના નાકને કોઈ ફાયદો થયો નથી. નાકની સ્થિતિ મોટે ભાગે પહેલા જેવી જ છે. ડૉક્ટરોનું કહેવું છે કે મંકીપોક્સનો આટલો ગંભીર કેસ હજુ સુધી સામે આવ્યો નથી, પરંતુ તેની ગંભીરતાનું કારણ એ છે કે દર્દી એઇડ્સ અને સિફિલિસથી પીડિત છે.

સિફિલિસ એ બેક્ટેરિયલ ચેપ છે. તે સામાન્ય રીતે ચેપગ્રસ્ત વ્યક્તિ સાથે સંભોગ કરવાથી ફેલાય છે. બેક્ટેરિયા આનું કારણ બને છે. તેને ટ્રેપોનેમા પેલિડમ કહેવામાં આવે છે. તે ચેપગ્રસ્ત વ્યક્તિ સાથે યોનિમાર્ગ, મૌખિક/ગુદા મૈથુન કરવાથી અથવા ચેપગ્રસ્ત વ્યક્તિ સાથે સેક્સ ટોય શેર કરવાથી ફેલાય છે.

 

(12:50 pm IST)