Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

છોડો ફિગરની ફિકરઃ પ્‍લસ સાઇઝની યુવતીઓની સૌંદય સ્‍પર્ધા

કોઈ જાડા છે એથી સુંદર નથી એવી બીબાઢાળ માન્‍યતાને તોડવા માટે સાઉથ અમેરિકાના પેરાગ્‍વેના શહેર અસુન્‍સિયનમાં ૧૮ સપ્‍ટેમ્‍બરે પ્‍લસ સાઇઝની યુવતીઓની સૌંદય સ્‍પર્ધા મિસ ગોર્ડિતાની ફાઇનલ યોજાઈ હતી. છેલ્લાં ૧૦ વર્ષથી યોજાતી આ સ્‍પર્ધાનો હેતુ વધુ વજન ધરાવતા લોકો સાથે થતા ભેદભાવ સામે લડવાનો છે. આયોજકો, સ્‍પર્ધકો અને જજ  તમામ લોકો એ વાત સાબિત કરતા હતા કે સુંદરતાને શરીરની સાઇઝ સાથે કોઈ સંબંધ નથી.

(4:16 pm IST)