Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

સિરિયાની રાજધાની દમાસ્કસમાં સેનાની બસ પર થયેલ વિસ્ફોટમાં 13થી વધુના મૃત્યુના સમાચાર

નવી દિલ્હી: સીરિયાની રાજધાની દમાસ્કસમાં સેનાની એક બસને નિશાન બનાવીને વિસ્ફોટ કરવામાં આવ્યો છે, જેમાં અનેક લોકોનાં મૃત્યુ થયાં છે. આ અંગે સીરિયાના સરકારી મીડિયાએ ખરાઈ કરી છે. સીરિયાની રાજધાની દમાસ્કસમાં સેનાની બસને નિશાન બનાવી બ્લાસ્ટ કરાયાસેનાની વેબસાઇટ પર પોસ્ટ કરાયેલા વીડિયોમાં કથિત હુમલા બાદ સળગી ગયેલી બસ દેખાઈ રહી છે. રશિયાની સરકારી સમાચાર એજન્સી સ્પુતનિકની વેબસાઇટે જણાવ્યું છે કે બસમાં સવાર 14 સૈનિકોએ જીવ ગુમાવ્યા છે.

સંયુક્ત રાષ્ટ્રનું કહેવું છે કે સીરિયાના ગૃહયુદ્ધમાં છેલ્લાં 20 વર્ષમાં ઓછામાં ઓછા સાડા ત્રણ લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. જોકે ઉલ્લેખનીય છે કે રાજધાની જવલ્લે જ વિસ્ફોટ જેવી ઘટનાઓ ઘટે છે, કેમ કે અહીં રાષ્ટ્રપતિ બશર અલ-અસદની વફાદાર સેનાનું નિયંત્રણ છે. રશિયાની સૈન્ય ઉપસ્થિતિ અને ઈરાનની મદદવાળા શિયા મિલિશિયાના સહારે બશર અલ-અસદનું દેશના મોટા હિસ્સા પર નિયંત્રણ છે.

 

(6:08 pm IST)