Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

આ તો ગઝબ જ કહેવાય....ભૂકંપ આવ્યાના પહેલાજ બિલાડીને પડી ગઈ ખબર

નવી દિલ્હી: માનવામાં આવે છે કે જો ધરતી પર કોઇ વિપત્તી આવવાની હોય છે તો મનુષ્યોથી પહેલા જાનવરોને તેની જાણ થઇ જાય છે. આવું જ કંઇક બન્યું ઓસ્ટ્રેલિયામાં. જ્યાં એક બિલાડીને ભૂકંપ આવવાના થોડા સમય પહેલા તેનો અંદાજો થઇ ગયો અને તે ત્યાંથી ભાગી ગઇ. ઘટના ઓસ્ટ્રેલિયાના મેલબર્નની છે. જ્યાં એક બિલાડીએ શહેરમાં આવનારા ભૂકંપની ભવિષ્યવાણી સમય પહેલા કરી દીધી. આ ભૂકંપે ઓસ્ટ્રેલિયાને હલાવી દીધું. 22 સપ્ટેમ્બર બુધવારના રોજ ટ્વીર પર કૈરલ નામની એક સફેદ બિલાડીનો વીડિયો મહિલાએ પોસ્ટ કર્યો. જેમાં બિલાડી માછલીના રમકડા સાથે રમતી જોવા મળી રહી છે. તે ભૂકંપ મહેસૂસ કર્યા પછી અચાનક ચેતી જાય છે અને રમતને રોકી ત્યાંથી ચાલી જાય છે અને ગેટ પર બેસી જાય છે. તે બિલાડીની ઓનરે કહ્યું કે બિલાડીના શાંત થઇને બેસી ગયાના થોડા જ સેકન્ડમાં તેને ભૂકંપના ઝટકા અનુભવ્યા. પુરાવા તરીકે મહિલાએ દિવાલ પર લાગેલી ફ્રેમયુક્ત તસવીરની ફોટો શેર કરી જે તે સ્થાન પર ક્ષતિગ્રસ્ત થઇ ગઇ જ્યાં કૈરલ રહેતી હતી.

(6:11 pm IST)