Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

પોતાના પગના ફોટો વેચીને મહિને ૭ લાખ રૂપિયા કમાય છે આ છોકરી

કેટલાક લોકો અવનવા આઇડિયા વાપરીને અઢળક કમાણી કરે છે

ન્યુયોર્ક,તા. ૨૦: આપણે ત્યાં કહેવત છે કે પરસેવો પાડે તે રુપિયા રળે એટલે કે રુપિયા કમાય, લોકોને રુપિયા કમાવવા ભારે મહેનત કરવી પડે છે. જોકે કેટલાક લોકો અવનવા આઇડિયા વાપરીને અઢળક કમાણી કરે છે. કંઈક આવુ જ અમેરિકન મોડેલ ડિઝાયર ગેટોનું છે. ડિઝાયર ગેટો સોશિયલ મીડિયા પર ખુબ એકિટવ રહનારા ચર્ચિત આઈકોનમાંથી એક છે. જો કે પહેલા ડિઝાયર પ્રોપર્ટીના બિઝનેસમાં હતી પરંતુ થોડા સમય બાદ તેણે મોડલિંગમાં નસીબ અજમાવ્યું. કારણ કે ત્યારબાદ તેની સાથે જે થયું તે જાણીને તમારા માટે કદાચ વિશ્વાસ કરવું મુશ્કેલ બની શકે છે.

ડિઝાયરને મોડલિંગ દરમિયાન ખબર પડી કે લોકો તેના પગ પાછળ પાગલ છે અને તેના પગની તસવીરો પર લાખો રૂપિયા ખર્ચી શકે છે. આ જાણીને તે એકદમ ચક્કર ખાઈ ગઈ હતી. ડિઝાયરના ઈન્સ્ટાગ્રામ પર ૧૦ લાખથી વધુ ફોલોઅર્સ છે. પોતાના એકાઉન્ટથી તે દર મહિને લગભગ ૭ લાખ રૂપિયા સુધીની કમાણી કરી લે છે.

તેણે ફકત પોતાના પગની તસવીરો કિલક કરવાની હોય છે. ગેટોના જણાવ્યાં મુજબ એક વ્યકિતએ તેને મેસેજ કર્યો હતો. તેણે ગેટોને એક ઓફર પણ મૂકી હતી. આ ઓફર મુજબ ગેટોના પગની ૧૦ તસવીરો માટે તે વ્યકિત તેને ૩૦૦ ડોલર સુધી આપવા તૈયાર હતો. આ સાથે જ તેણે બીજી કોઈ માગણી પણ કરી નહતી. તેને ફકત પગની તસવીરો જોઈતી હતી. જો કે ગેટોને પહેલા તો ખબર જ ન પડી કે આ શું થઈ રહ્યું છે. જયારે તને એ અહેસાસ થયો કે લોકોને તેના પગ પ્રત્યે આકર્ષણ થાય છે તો તેણે પગની તસવીરોના માધ્યમથી કમાણી શરૂ કરી દીધી.

તેણી પોાતના વીડિયો પણ બનાવીને મુકે છે અને પ્રતિ મિનિટના વીડિયો માટે તેને ૧૦૦ ડોલર મળે છે. ડિઝાયરે કહ્યું કે હું Onlyfans પર મારો એક ફોટો ૫ ડોલરમાં લોક કરેલા મેસેજ તરીકે મોકલી શકું છું. જો ૧૦૦ લોકો પણ તે ખોલે તો મારા માટે તે ખૂબ જ ફાયદાની વાત છે.

ડિઝાયર કેટલીક ટિપ્સ આપતા કહે છે કે તમારા કલાયન્ટને પ્રશ્નો પૂછો કે તેમને શું ગમે છે. દરેક લોકોની પસંદ અલગ અલગ હોય છે. નવું નવું જાણતા રહો અને તેનો ઉપયોગ તમારા ફોટોઝને વધુ આકર્ષક બનાવવા માટે કરો. તમારો ફોટો વધુ સારો દેખાય તે માટે નેચરલ લાઇટિંગનું ખૂબ જ મહત્વ છે. આ બાબતનું ધ્યાન રાખો. સૌથી મહત્વનું પોતાનું ધ્યાન રાખો- આરોગ્ય અને તમારી સુંદરતા બંનેનું.

(9:39 am IST)
  • શેરબજારમાં પ્રારંભે મોટો ઉછાળો : આજે સવારે શેરબજાર શરૂ થઈ ત્યારે સેન્સેકસમાં સીધો જ ૨૮૨ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. અને આંક ૪૩,૮૮૨ ઉપર પહોંચેલ. જયારે નિફ્ટી ૭૮ પોઇન્ટ વધીને ૧૨૮૫૦ના આંકે પહોંચી ગઈ હતી. access_time 12:52 pm IST

  • આંધ્રમાં 25 સ્થળોએ સીબીઆઈ ત્રાટકી:આંધ્ર પ્રદેશમાં સીબીઆઈએ ૨૫ સ્થળો ઉપર સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ સર્ચ ઓપરેશનમાં તેલુગુ દેશમ પાર્ટીના ભૂતપૂર્વ ધારાસભ્યનો પણ સમાવેશ થાય છે access_time 11:12 pm IST

  • ફેબ્રુઆરીમાં મેડિકલ કર્મચારી અને સિનિયર સિટીઝન માટે તથા એપ્રિલમાં દેશભરની પ્રજા માટે ઓકસફર્ડ કોરોના વેકસીન મળતી થઈ જશે : ભારતમાં ઓકસફર્ડ કોવિડ વેકિસન કોરોના વોરિયર્સ/ હેલ્થ કેર કર્મચારીઓ તથા સિનિયર સિટીઝનોને ૨૦૨૧ના ફેબ્રુઆરી આસપાસ મળતી થઈ જશે. જયારે દેશની સામાન્ય પ્રજા માટે એપ્રિલ સુધીમાં ઓકસફર્ડ કોરોના વેકિસન મળવા લાગશે. તેના બે ડોઝની વધુમાં વધુ કિંમત ૧૦૦૦ રૂપિયા આસપાસ રહેશે તેમ સિરમ ઈન્સ્ટીટયૂટ ઓફ ઇન્ડિયાના સીઈઓ અદર પુનાવાલાએ કહ્યું છે. access_time 12:52 pm IST