Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

પાકિસ્તાનના ગ્રહ મંત્રીએ આટલા લાખમાં કરી ઊંટની ખરીદી

નવી દિલ્હી: પાકિસ્તાનના ગૃહમંત્રી શેખ રશિદ અહમદનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પાકિસ્તાનના મંત્રી કુરબાની માટે ઉંટ ખરીદી રહ્યાં છે. શેખ રશિદ અહમદે આ વીડિયો પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે. આ વીડિયોમાં તે ઉંટના વેપારીઓ સાથે ભાવ-તાલ કરતા જોવા મળી રહ્યાં છે. ત્યારબાદ તેમણે ત્રણ ઉંટ ખરીદ્યા. આ ઉંટોની કિંમત 5.60 લાખ રૂપિયા છે. પાકિસ્તાની મંત્રીએ જે વીડિયો શેર કર્યો છે તેમાં લખ્યું છે, જાનવરોની બજારમાં કુરબાની માટે ઉંટ ખરીદી રહ્યો છું.

જાણવા મળી રહ્યું છે કે કુરબાની માટે પોતાના મનપસંદ જીવની ખરીદી માટે પાકિસ્તાનના મંત્રી જાનવર બજારમાં પહોંચ્યા હતા. અહીં તેમણે અનેક જાનવરોના ભાવ પૂછ્યા અને પછી પોતાની પસંદથી 3 ઉંટ ખરીદ્યા. જાનવરોની જે માર્કેટમાં પાકિસ્તાનના મંત્રી પહોંચ્યા હતા, તે રાવલપિંડીમાં આવેલી છે. મહત્વનું છે કે ઈદ ઉલ-અજહા 21 જુલાઈએ મનાવવામાં આવશે.

(5:19 pm IST)