Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

આ સેન્સરયુક્ત માસ્ક 10 જ મિનિટમાં કોરોના સહીત ફલૂ વાઇરસને શોધી કાઢશે

નવી દિલ્હી: ચીનના વિજ્ઞાનીઓએ એવું ફેસમાસ્ક વિકસાવ્યું છે જે કોરોના અને ફ્લૂ વાઇરસ વિશે જાણકારી મેળવી લેશે. તેમાં એવાં સેન્સર લગાવેલાં છે જે સામાન્ય રીતે શ્વાસ લેતા જ હવામાં મોજૂદ વાઇરસ ઓળખી કાઢે છે. આ માસ્ક પહેરનારી વ્યક્તિને તેમના મોબાઇલમાં જ દસ જ મિનિટમાં વાઇરસની માહિતી મળી જશે. માસ્ક વિકસાવનારા શાંઘાઈના ટોંગજી યુનિવર્સિટીના વિજ્ઞાની યિન ફેંગે કહ્યું કે અમે એવું માસ્ક બનાવવા ઈચ્છતા હતા જે હવામાં વાઇરસને શોધી કાઢે અને પહેરનારાને ચેતવણી આપી શકે. અમને સફળતા મળી છે.’ ફેંગની ટીમે ફેસમાસ્ક પર અત્યંત બારીક તરલ અને એરોસોલયુક્ત વાઇરલ પ્રોટીનની સપાટી વિકસાવી છે.

(5:16 pm IST)