Gujarati News

Gujarati News

News of Saturday, 22nd January 2022

2017 બાદ ઇરાક-સીરિયામાં થયો આઈએસનો સૌથી મોટો હુમલો:20 જવાનોની થઇ હત્યા

 

નવી દિલ્હી: ઇરાકમાં આઇએસના આતંકીઓ ફરી સક્રિય થઇ ગયા છે અને હુમલા કરવા લાગ્યા છે. આવો એક હુમલો ઇરાકના બગદાદમાં થયો હતો. જેમાં આઇએસના આતંકીઓએ સૈન્યના જવાનો પર ગોળીબાર કરી દીધો હતો. ગોળીબારમાં ઇરાકી સૈન્યના 11 જવાનો માર્યા ગયા છે. જ્યારે જવાનો ઉંઘમાં હતા ત્યારે આતંકીઓએ હુમલો કરી દીધો હતો. જ્યારે સીરિયામાં ગ્વેરન જેલ પર આઇએસના 100 આતંકીઓ ભારે હથિયારો સાથે ત્રાટક્યા હતા, જેલમાં આઇએસના 3 હજાર જેટલા આતંકીઓ કેદ છે. જેમને છોડાવવા માટે હુમલો કર્યો હતો.  સીરિયાની જે જેલ પર હુમલો થયો તેમાં યુએસ સમર્થક કુર્દીશ સૈન્યના નવ જેટલા જવાનો માર્યા ગયા છે જ્યારે અનેક ઘવાયા છે. જવાબી કાર્યવાહીમાં આઇએસના 23 જેટલા આતંકીઓ પણ માર્યા ગયા હોવાના અહેવાલો છે. બીજી તરફ  ઇરાક સિક્યોરિટી વિભાગ દ્વારા જારી માહિતી અનુસાર બગદાદના અલ-અઝિમ જિલ્લામાં આતંકીઓ દ્વારા હુમલો કરાયો હતો. મોડી રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ આઇએસના આતંકીઓ સૈન્યના બેરેક્સમાં ઘુસી આવ્યા હતા. જે બાદ ત્યાં ઉંઘી રહેલા જવાનો પર ગોળીબાર કરી દીધો હતો. જેમાં 11 જવાનોના સ્થળ પર મોત નિપજ્યા હતા. જ્યારે અનેક જવાનો ગોળીબારમાં ઘવાયા છે જેમની સારવાર ચાલી રહી છે

 

(5:27 pm IST)