Gujarati News

Gujarati News

News of Friday, 22nd April 2022

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ કોરોનાએ વધુ એક દવાને આપી મંજૂરી

નવી દિલ્હી: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ કોરોના રોગચાળાની સારવાર માટે બહુરાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ કંપની ફાઈઝરની 'પેક્સલોવિડ' ગોળીને મંજૂરી આપી છે. પહેલા, રેમેડિસિવિર અને મોલનુપિરવિરને મંજૂરી આપવામાં આવી છે. ડબ્લ્યુએચઓએ શુક્રવારે જણાવ્યું હતું કે, તે ફાઇઝરની એન્ટિ-વાયરલ ગોળી, પેક્સલોવિડનો ઉપયોગ કરવાની ભલામણ કરે છે. તે હોસ્પિટલમાં દાખલ થતા કોરોનાના હળવા અને મધ્યમ લક્ષણો ધરાવતા દર્દીઓને આપી શકાય છે. આ સાથે WHOએ ચેતવણી આપી છે કે, કોરોના દવાઓની ઉપલબ્ધતા અને કિંમતોમાં પારદર્શિતાનો અભાવ હજુ પણ મોટો પડકાર છે. આનાથી ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોના લોકોને સારવાર માટે ફરીથી કતારોમાં ઊભા રહેવાની ફરજ પડી શકે છે.

 

(7:15 pm IST)