Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

અમેરિકાની આ યુવતીએ યુવાન લોકોને કોરોના વાયરસ અંગે જાગૃતતા ફેલાવવા આપ્યો આ સંદેશો

નવી દિલ્હી: અમેરિકામાં રહેતાં 22 વર્ષનાં ઍમી કોરોના વાઇરસની પીડા અને પ્રભાવોનો અનુભવ કરી ચૂક્યાં છે. એટલા માટે તેઓ લોકોને સલાહ આપે છે કે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરો.

ઍમી ગત વર્ષે માર્ચમાં પોર્ટુગલના પ્રવાસે ગયાં હતાં. તે પ્રવાસ દરમિયાન તેઓ સંક્રમિત થયાં. તેમને તાવ આવ્યો અને ચક્કર ખાઈને પડી ગયાં. ઍમીને સતત ઊલટીઓ આવતી હતી અને બરાબર ઊંઘ નહોતી થતી. આને લીધે તેમના શરીરમાં પાણી ઘટી ગયું અને તેઓ કમજોર થઈ ગયાં. તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.

          તેઓ કહે છે, "એ સમય ખુદ મારા માટે, મારા મિત્રો અને પરિવાર માટે ખૂબ જ અઘરો હતો." તેમણે આ અંગે ટ્વીટ પણ કર્યું હતું. ડરના આ અનુભવ બાદ ઍમી યુવાનોને કોરોના વાઇરસના ખતરા અંગે જાગૃત કરે છે.તેમનું કહેવું છે કે તેઓ લોકોને સમજાવી તો રહ્યાં છે પરંતુ અમુક લોકો ખૂબ જ લાપરવાહ છે.તેઓ જણાવે છે, "જ્યારે મને મળનારા મિત્રો કોઈ સાવધાની વિના બહાર ફરતા હોય તો એ ગાલ પર તમાચા જેવું લાગે છે. મારી ઉંમરના લોકો મિત્રો સાથે બહાર જવા માગે છે."

(4:57 pm IST)