Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

કોરોના વાયરસના દર્દીઓ માટે અમેરિકાએ બનાવ્યો અનોખો મલમ

નવી દિલ્હી: વૈશ્વિક મહામારી કોરોના વાયરસ (Coronavirus)એ આખા વિશ્વ (World)ને હચમચાવી દીધું છે. લોકો રાહ જોઇ રહ્યા છે કોરોના વાયરસને ખતમ કરનાર વેક્સીન (Vaccine) અને દવાઓનું. આ દરમિયાન અમેરિકા (America) ની એક દવા કંપની (pharmaceutical company) એ એક એવો મલમ (Ointment) તૈયાર કરવાનો દાવો કર્યો છે જેને લગાવવાથી કોરોના વાયરસ (Coronavirus) સંક્રમણને સમાપ્ત કરી શકાય છે.

                     આ મલમ પ્રોજેટ (Ointment pROJECT) સાથે જોડાયેલા એક વૈજ્ઞાનિકે કહ્યું કે એફડીએ રજિસ્ટર્ડ (FDA Registered) 'નોન પ્રિસ્ક્રિપ્શન ઓવર ધ કાઉન્ટર' (OTC) મલમને કોરોના વાયરસ સહિત અન્ય વિષાણુ સંક્રમણો (Viral infections)થી બચાવ કરવા, ઉપચાર કરવા અને તેમને સમાપ્ત કરવાની ક્ષમત સાબિત કરી છે.

(4:58 pm IST)