Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

નેધરલેન્ડની રાજધાની એમ્સ્ટર્ડેમને સ્વચ્છ રાખવા માટે અનોખી પહેલ કરવામાં આવી

નવી દિલ્હી: નેધરલેન્ડ્સની રાજધાની એમ્સટરડેમને સ્વચ્છ રાખવા અનોખી પહેલ કરવામાં આવી છે. અહિના રેડ લાઈટ એરિયા અને અન્ય વિસ્તારમાં મૂત્રાલયની જેમ કામ કરતા કૂંડાં મૂક્યા છે. તેની નામ ગ્રીન-પી રાખવામાં આવ્યું છે. આ કરવા પાછળનો હેતુ એ છે કે, પ્રવાસીઓ કે સ્થાનિક લોકો રસ્તા પર પેશાબ નહિ કરે. ખાતર બનાવવા માટે પ્રોસેસિંગ અને ફોસ્ફેટ નીકાળવાનું કામ આ મૂત્રાલયોમાંથી કરવામાં આવી રહ્યું છે. તેમાં યૂરિન એકઠું થઇ રહ્યું છે. સમયાંતરે તેમાં કન્ટેનરથી યૂરિન નીકળવામાં આવે છે અને પછી અલગથી ફોસ્ફેટ કરવામાં આવે છે. આ પ્રકારના મૂત્રાલયમાંથી દુર્ગંધ આવતી નથી. ઘણા લોકો રસ્તા પર પેશાબ કરે છે જેનાથી શહેરની ઐતિહાસિક બિલ્ડિંગ ખરાબ થઇ શકે છે. પેશાબથી તે ગંદી થાય છે અને સંક્રમણ વધે છે.

(4:58 pm IST)