Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

અહીંયા આવેલું છે દુનિયાનું સૌથી પાતળું ઘર:કિંમત જાણીને ઉડી જશે સહુ કોઈના હોશ

નવી દિલ્હી: આ દુનિયામાં એવા પણ ઘણા લોકો છે જેને તેના કપડાં અને ગાડીઓ સાથે ઘર પણ જુદી જ ડિઝાઈનનું જોઈએ છે. કોઈ ઘરમાં વધુ જગ્યા ઈચ્છે તો કોઈ ઓછી જગ્યામાં સુંદર ઘર તૈયાર કરાવી લે છે. અમેરિકાના શિકાગોમાં આવું જ એક ઘર છે. જે ઘરને જોઈને કોઈ લોબી હોય એવું જ લાગે. પરંતુ આખુ જ એ રીતે ડિઝાઈન કરવામાં આવ્યું છે કે સુંદર ઘર લાગે.

              સ્લાઈડ જેવું કે એક પુસ્તક જેવું દેખાતું આ ઘર દુનિયાનું પાતળું ઘર છે. જેનું નામ પાઈ હાઉસ છે અને તેને વર્ષ 2003માં બનાવવામાં આવ્યું હતું. આ ઘર એટલું પાતળું છે કે તે લોકોના આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે. દેશ વિદેશમાંથી પ્રવાસીઓ આ ઘરને જોવા માટે આવે છે. સોશિયલ મિડીયા પર તેની તસ્વીર વાયરલ થઈ રહી છે. લોકોને ઓછી જગ્યામાં આટલું સુંદર ઘર બની શકે એવી કલ્પના પણ નથી. ગ્રેસગ વાઈસમેન પાસે જેટલી જમીન વધી હતી તેમાંથી તેને 1122 ચો.ફુટનું એક ઘર તૈયાર કર્યુ. આ ઘરની દિવાલની પહોળાઈ 3ફુટ છે. ઘરમાં 2 બેડરૂમ અને ફુલ ફર્નિચર છે. પાઈ હાઉસ વેચાણ માટે મુકવામાં આવ્યું છે. ગત સપ્તાહમાં જ આ મકાન 1 કરોડ 93 લાખ 89 હજાર રુપિયામાં વેચાઈ ગયુ હતુ.

(5:00 pm IST)