Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

લબનાનની રાજધાની બૈરુતમાં થયેલ ખતરનાક વિસ્ફોટમાં હોસ્પિટલની છત દીવાલ તૂટી ગયા વચ્ચે પણ આ બાળકે લીધો જન્મ

નવી દિલ્હી: થોડા દિવસો પહેલા લેબનાન રાજધાની બેરુતમાં ખતરનાક વિસ્ફોટ થયા હતા. જેણે લેબનાનની સાથએ આખી દુનિયાને હચમચાવી હતી. આ દુર્ઘટનાની અંદર 170 લોકોના મોત થયા હતા, જ્યારે 6000 કરતા પણ વધારે લોકો ઘાયલ થયા હતા. આ વિસ્ફોટ એટલો બધો પ્રચંડ હતો કે અડધા લેબનાને તેણે તબાહ કરી નાંખ્યુ. જે સમયે આ વિસ્ફોટ થયો તે જ સમયે નજીકના હોસ્પિટલમાં એક બાળકનો જન્મ થઇ રહ્યો હતો. વિસ્ફોટના કારણે હોસ્પિટલની છત અને દિવાલો તૂટી ગઇ. ચારેબાજુ અફરા તફરીનો માહોલ હતો, અને ત્યારે જ એક બાળકનો જન્મ થયો જેનું નામ જોર્જ છે.

            આ વિસ્ફોટની અંદર જોર્જના પિતા એડમંડની માતા ગંભીર રીતે ઘાયલ થઇ છે. જેથી એડમંડ ક્યારેક પોતાની માતા પાસે જતા તો ક્યારેક પોતાની પત્ની પાસે જતા. જેવો બાળકનો જન્મ થયો કે તેને સાફ કર્યા વગર જ મા-દિકરાને હોસ્પિટલની બહાર સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા. એક કારચાલક પાસેથી લિફ્ટ લઇને બેરુતની બહાર અન્ય હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા.

(5:01 pm IST)