Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

તાલિબાનના રાજમાં અફઘાની નાગરિકો પર ભુખમરાનું જોખમ

નવી દિલ્હી: કાબુલ જીવન થાળે પડે તેની રાહમાં ઊભું છે. નવા શાસકો તરીકે આવેલા તાલિબાનોની મનમરજી મુજબ જીવન આકાર લેશે. પરંતુ અત્યારે તો અફઘાનિસ્તાનની અનેક સમસ્યાઓ વચ્ચે ભૂખમરાની સ્થિતિ સૌથી વધારે કફોડી બની રહી છે. મોટા ભાગના અફઘાનો ગરીબાવસ્થામાં છે અને તેમના માટે બે ટંકનું ભોજન મેળવવું કપરું બની રહ્યું છે. અબજો ડૉલરની વિદેશી સહાય મળી હોવા છતાં લાખો લોકો દેશમાં આજે ગરીબીમાં સબડી રહ્યા છે. કેન્દ્રીય બૅન્કમાં 9 અબજ ડૉલરની અનામત પડી છે, પણ તેને સ્થગિત કરી દેવાઈ છે. અમેરિકાએ આ નાણાં ઉપાડ પર પ્રતિબંધ મૂકી દીધો છે, જેથી તાલિબાનો તેને ગુપચાવી ના જાય. આ નાણાં છૂટા થાય તો થોડી મદદ મળી શકે છે. રોજ સવારે સેંકડો કડિયા કામદારો કાબુલના કડિયા નાકે પોતાનો સરંજામ લઈને હાજર થઈ જાય છે, એ આશામાં કે નાનું મોટું કામ ક્યાંકથી મળી જશે. શહેરમાં મોટી ઇમારતોના પ્રૉજેક્ટ્સ અટકી પડ્યા છે. બૅન્કો બંધ પડી ગઈ છે. વિદેશમાંથી આવતો નાણા પ્રવાહ સૂકાઈ ગયો છે, બસ થોડાં ટીપાં પડતાં હોય એટલી સહાય જ આવી રહી છે.

(6:12 pm IST)