Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

કટર એરવેઝે પોતાની ફ્લાઈટનો બહિષ્કાર કરનાર ચાર અરબ દેશો પાસેથી પાંચ અબજ ડોલરની માંગણી કરી

નવી દિલ્હી: કતર એરવેઝે પોતાની ફલાઇટોનો બહિષ્કાર કરનાર ચાર અરબ દેશો પાસેથી પાંચ અબજ ડોલરની માગ કરી છે. ઉલ્લેખનીય છે કે અરબ દેશોનો છેલ્લા કેટલાક વર્ષોથી કતર સાથે વિવાદ ચાલી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે બેહરીન, ઇજિપ્ત, સાઉદી અરેબિયા અને યુનાઇટેડ અરબ અમિરાતે જૂન, ૨૦૧૭થી કતરના બહિષ્કારની જાહેરાત કરી છે. કતર એરવેઝે આ ચાર દેશો સામે આંતરરાષ્ટ્રીય લવાદની પ્રક્રિયા શરૃ કરી છે.

           એરલાઇન્સે લવાદની પ્રક્રિયા ક્યાંથી શરૃ કરી છે તે હજુ સુધી જાણી શકાયું નથી. આ અંગે જ્યારે એસોસિએટેડ પ્રેસ દ્વારા એરલાઇન્સને પૂછવામાં આવ્યું તો તેમના તરફથી કોઇ જવાબ મળ્યો ન હતો. એરલાઇન્સે એક નિવેદનમાં જણાવ્યું છે કે આર્બિટેશનમાં ત્રણ કરારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં ઓર્ગેનાઇઝેશન ઓફ ધ ઇસ્લામિક કોન્ફરન્સ ઇન્વેસ્ટમેન્ટ એગ્રીમેન્ટ, અરબ ઇન્વેસ્ટમેન્ટ એગ્રીમેન્ટ અને કતર અને ઇજિપ્ત વચ્ચેના બાયલેટરલ ઇન્વેસ્ટમેન્ટ ટ્રિટીનો સમાવેશ થાય છે.

(7:00 pm IST)