Gujarati News

Gujarati News

News of Saturday, 23rd July 2022

પ્રેમીએ છેતરપિંડી આચરતા પ્રેમિકાએ હોટલમાંથી યુવકને માર્યો ધક્કો

નવી દિલ્હી: એક કપલ વિદેશમાં રજાઓ ગાળવા ગયું હતું. ત્યાં એક લક્ઝરી હોટલમાં રોકાયા હતા. રાત્રે બંનેએ ખુબ જ દારૂ પીધો હતો.દરમિયાન પ્રેમિકાએ તેના પ્રેમી સાથે ઝઘડો શરૂ કર્યો હતો. પ્રેમિકાએ પ્રેમીને કહ્યું ટે મારી સાથે છેતરપિંડી કરી છે. જે બાદ મામલો એટલો વધી ગયો કે પ્રેમિકાએ તેને હોટલની બાલ્કનીમાંથી નીચે ધકેલી દીધો. પ્રેમી 100 ફૂટની ઊંચાઈએથી પડી જતાં ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યો હતો. આ પછી પોલીસે આરોપી પ્રેમિકાની ધરપકડ કરી હતી. હાલમાં જ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી, જ્યાં તેણે તેનું નિવેદન નોંધ્યું હતું. ‘ધ સન’ અનુસાર, આ કપલ બ્રિટનનું હતું. 22 વર્ષીય પેગ્રામ રીસ તેની 31 વર્ષની ગર્લફ્રેન્ડ મેરી મેયર્સ સાથે તુર્કી ગયો હતો. ત્યાં તેઓએ ફાઈવ સ્ટાર હોટેલ બુક કરાવી અને સાથે રહેવાનું શરૂ કર્યું. પરંતુ 19 જુલાઈના રોજ પેગ્રામનો મૃતદેહ હોટલની બિલ્ડિંગની નીચેથી મળી આવ્યો હતો. તે લગભગ 100 ફૂટની ઊંચાઈ પર સ્થિત તેના રૂમમાંથી પડી ગયો હતો. જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે પોલીસ તપાસ માટે પેગ્રામના રૂમમાં ગઈ તો તેમને ત્યાં લોહીના ડાઘા જોવા મળ્યા. પછી મેરીએ લોહીના ડાઘા વિશે જુદી જુદી વાર્તાઓ કહી. તે જ સમયે, હોટેલ સ્ટાફે પોલીસને જણાવ્યું હતું કે દંપતીએ મૃત્યુના થોડા કલાકો પહેલા ખૂબ દારૂ પીધો હતો. મેરી એટલી નશામાં હતી કે તેને હોટલના કર્મચારીઓએ પકડીને રૂમમાં લઈ ગયા. આના થોડા સમય બાદ પેગ્રામનો મૃતદેહ મળી આવ્યો હતો.

(5:55 pm IST)