Gujarati News

Gujarati News

News of Thursday, 23rd December 2021

ઐસા ભી હોતા હૈ

જન્મના ૫માં દિવસે જ દીકરીને આવ્યા પીરિયડ્સ! બાળકીને તેડીને હોસ્પિટલ દોડી મા

દીકરીના ડાયપરમાં લોહી જોઇને ગભરાઇ ગઇ હતી મા

બીજીંગ,તા. ૨૩ : જો તમને કહેવામાં આવે કે જન્મના ૫ દિવસ બાદ પણ છોકરીઓને પીરિયડ્સ આવી શકે છે તો? તમને લાગશે કે આ સાચું નથી, પણ તાજેતરમાં આવો જ એક કિસ્સો બન્યો છે.

એક છોકરીનું શરીર જેમ જેમ યુવાવસ્થામાંમાં પગ મૂકે છે, તેમ તેનામાં કેટલાય પ્રકારના પરિવર્તન જોવા મળે છે. ફિઝિકલી આવનારા પરિવર્તનમાં પીરિયડ્સનું આવવું  આવી ગયા હતા.

આ ઘટના ૨૦૧૯ની છે. ચીનના જહેજિઆંગ પ્રાંતમાં રહેતી એક મા પાંચ દિવસની નવજાતને લઈને હોસ્પિટલ પહોંચી હતી. મહિલાની દીકરીના પીરિયડ્સ આવવા લાગ્યા હતા. જન્મના માત્ર પાંચ દિવસની અંદર દીકરીને બ્લીડ કરતા જોઈને મહિલા ગભરાઈ ગઈ. તે દોડતી દોડતી હોસ્પિટલ પહોંચી હતી, પરંતુ હોસ્પિટલમાં ડોકટર્સે બાળકીને જોઈને તેને નોર્મલ કહી. હોસ્પિટલના ડોકટર્સ મુજબ, આ ગભરાવાની વાત નથી. તમે વિચારી રહ્યા હશો કે પાંચ દિવસની છોકરીને પીરિયડ્સ આવવા કઈ રીતે નોર્મલ હોઈ શકે છે?

ચાઇના પ્રેસે આ સમાચાર છાપ્યા હતા. પેરેન્ટ્સને જયારે ડોકટર્સે જણાવ્યું કે આ નોર્મલ છે તો એ વખતે તો તેઓ પણ નહોતા સમજી શકયા. બાદમાં ડોકટર્સે કહ્યું કે તેને Neonatal Menstruation કહેવાય છે. ચીનના હાંગ્ઝોઉના ફર્સ્ટ હોસ્ટિપલમાં કામ કરનારા ડો. વાંગે આ ઘટનાને ડિટેલમાં સમજાવી. તેમણે કહ્યું કે, કેટલીક વાર પ્રેગ્નેન્સીના છેલ્લા મહિનાઓમાં ભ્રૂણની અંદર એસ્ટ્રોજન ચાલ્યું જાય છે. આ એસ્ટ્રોજન લોહીની જેમ બાળકીની યોનીમાંથી બહાર નીકળે છે. આવું મોટાભાગની દીકરી ભ્રૂણ સાથે થાય છે.

જયારે આ એસ્ટ્રોજન નીકળે છે તો લોકો તેને જ પીરિયડ્સ સમજી લે છે અને ગભરાઈ જાય છે, પરંતુ ખરેખર તે એક સપ્તાહ સુધી હોય છે. જયારે એસ્ટ્રોજન નીકળી જાય છે ત્યાર પછી તે બાળકી બ્લીડ કરવાનું બંધ કરી દે છે. એટલે કે જો જન્મ બાદ બાળકીના યોનિમાંથી લોહી નીકળે તો તેને જોઈને ગભરાવવાની જરૂર નથી. આ બિલકુલ નોર્મલ વાત છે. આ વાતની જાણકારી મોટાભાગના વાલીઓને નથી હોતી.

(9:46 am IST)