Gujarati News

Gujarati News

News of Thursday, 23rd December 2021

બેલ્જીયમમાં આંઠવાર વેક્સીન લેનાર શખ્સને હેલ્થ કર્મચારીએ રંગે હાથે ઝડપી લીધો

નવી દિલ્હી  : પશ્ચિમ યુરોપના દેશ બેલ્જિયમમાં વેક્સિનેશન છેતરપિંડીનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં એક યુવકની 8 વખત વેક્સિન લેવા બદલ ધરપકડ કરવામાં આવી છે. ચોંકાવનારી વાત એ છે કે યુવક જ્યારે 9મી વખત વેક્સિન લગાવવા વેક્સિનેશન સેન્ટર પર પહોંચ્યો હતો ત્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી. આ અજીબ કિસ્સો વાલૂન પ્રાંતના 2 લાખની વસ્તી ધરાવતા શૉર્લરૉય શહેરનો છે. અહીં એક યુવક પૈસા લઈને અન્યના બદલામાં વેક્સિન લેતો ઝડપાયો છે. બેલ્જિયમ મીડિયા લાવેનિરના રિપોર્ટ મુજબ, આરોપી વેક્સિન લીધા વિના વેક્સિનેશન સર્ટીફિકેટ ઇચ્છતા લોકોનો સંપર્ક કરતો હતો. આવા લોકો પાસેથી તગડી રકમ લઈને આરોપી પોતે તેની જગ્યાએ વેક્સિન લેવા જતો હતો. સતત વેક્સિનેશનને કારણે, જ્યારે તે 9મી વખત વેક્સિન લગાવવા આવ્યો ત્યારે આરોગ્ય કર્મચારીઓએ તેને ઓળખી લીધો અને પોલીસને આ બાબતની જાણ કરી. આરોપીઓ સિવાય બેલ્જિયમ પોલીસે એવા લોકોના નામ જાહેર કર્યા નથી જેમણે આરોપીઓને વેક્સિન લેવા માટે પૈસા ચૂકવ્યા હતા. આટલી મોટી માત્રામાં વેક્સિન લીધા બાદ પણ આરોપીના શરીર પર તેની કોઈ આડઅસર થઈ નથી.

(6:22 pm IST)