Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

બ્રિટેનમાં ઓમીક્રોનના સબ વેરિએંટના 426 કેસ સામે આવ્યા હોવાની માહિતી

નવી દિલ્હી: કોરોનાના ઓમિક્રોન વાઇરસના મ્યુટેશન્સ પર દુનિયાભરના વિજ્ઞાનીઓ ચાંપતી નજર રાખી રહ્યા છે ત્યારે બ્રિટનમાં ઓમિક્રોનનો સબ-વેરિયન્ટ નોંધાયો છે. બ્રિટિશ આરોગ્ય અધિકારીઓએ બીએ.2 નામના નવા વેરિયન્ટના અત્યાર સુધી 426 કેસ નોંધાયા હોવાનું જણાવ્યું હતું. આંતરરાષ્ટ્રીય ડેટા મુજબ વેરિયન્ટનું સંક્રમણ પણ ઝડપથી ફેલાય છે. યુકે હેલ્થ સિક્યોરિટી એજન્સી (યુકેએચએસએ)ના જણાવ્યા પ્રમાણે 40 અન્ય દેશોમાં પણ ઓમિક્રોનના નવા વેરિયન્ટની જાણ થઈ છે. ભારત ઉપરાંત ડેન્માર્ક તથા સ્વીડન સહિત કેટલાક દેશોમાં હાલમાં આવેલા કેસમાં સબ-વેરિયન્ટથી સંક્રમિત થયેલા દર્દીઓની સંખ્યા વધુ હોઈ શકે છે. યુકેએચએસએએ કહ્યું હતું કે ઓમિક્રોનનો મૂળ વેરિયન્ટ બીએ.1ના કેસો યુકેમાં સૌથી વધુ નોંધાયા છે. હાલના તબક્કે બીએ.2ના કેસોની સંખ્યા ઓછી છે. 17 નવેમ્બરથી અત્યાર સુધીમાં 40 દેશોએ બીએ.2 સિકવન્સના 8,049 સેમ્પલ જીઆઇએસએઆઇડી (ગ્લોબલ ઇનીશ્યેટીવ ઑન શેરિંગ ઑલ ઇન્ફ્લુએન્ઝા ડેટા)માં અપલોડ કર્યા હતા. તેથી નવો વેરિયન્ટ ક્યાંથી ઉદભવ્યો છે હજુ સ્પષ્ટ થયું નથી. પ્રથમ સિકવન્સ ફિલિપાઇન્સથી સબમીટ કરવામાં આવી હતી. સૌથી વધુ 6,411 સેમ્પલ ડેન્માર્ક સેમ્પલ સબમીટ કર્યા હતા. ભારતે 530 સેમ્પલ આપ્યા છે. હાલ વિજ્ઞાનીઓ સબ-વેરિયન્ટ વિશે વધુ તપાસ કરી રહ્યાં છે.

(10:57 pm IST)