Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2024

ટિકટોક સ્‍ટારે ઉમદા કામ માટે ૨૪ કલાકમાં ૧૯ બ્‍લેન્‍કેટ ગૂંથીને વર્લ્‍ડ રેકોર્ડ રચ્‍યો

બ્‍લેન્‍કેટ ગૂંથવાની મેરથોન કામગીરીને ટિકટોક પર ૧૦ લાખથી વધુ લોકોએ લાઇવ જોઈ હતી

લંડન તા. ૨૪ : સ્‍વેટર-બ્‍લેન્‍કેટ ગૂંથવાના કામમાં મહિલાઓ કુશળ હોય છે એવી સામાન્‍ય છાપ છે, પણ બ્રિટનમાં ૩૧ વર્ષના ટિકટોક-સ્‍ટારે માત્ર ૨૪ કલાકમાં ૧૯ રંગબેરંગી બ્‍લેન્‍કેટ ગૂંથી નાખ્‍યાં હતાં. ડેન સોર નામનો આ ટિકટોક-સ્‍ટાર આખા શરીરે જાતભાતનાં ટેટૂને કારણે ફેમસ છે. બ્‍લેન્‍કેટ ગૂંથવાની મેરથોન કામગીરીને ટિકટોક પર ૧૦ લાખથી વધુ લોકોએ લાઇવ જોઈ હતી. ડેનનાં દાદી માર્ગારેટ સોર પણ ભરતગૂંથણમાં અત્‍યંત કુશળ હતાં. આ વર્લ્‍ડ રેકોર્ડ રચવાનો તેનો આશય મેન્‍ટલ હેલ્‍થની સમસ્‍યાથી પીડાતા લોકોને મદદરૂપ બનવાનો હતો. ગિનેસ વર્લ્‍ડ રેકોર્ડ્‍સની માન્‍યતા મળ્‍યા બાદ તેણે બધા બ્‍લેન્‍કેટ મેન્‍ટલ હેલ્‍થના ક્ષેત્રે કામ કરતી સંસ્‍થાને આપી દીધાં છે, જેનું ઓક્‍શન કરીને ફન્‍ડ ભેગું કરવામાં આવશે.

(10:26 am IST)