Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2024

ચીને છેલ્લા સાત વર્ષમાં 10 લાખ મુસ્લિમોના જેલમાં ધકેલ્યા હોવાનો સર્વે

નવી દિલ્હી: ચીનમાં મુસ્લિમો પર અત્યાચાર થઈ રહ્યા છે તે તો આખી દુનિયા જાણી ચૂકી છે પણ તેને લઈને છાશવારે જે પ્રકારની જાણકારી સામે આવે છે તે ચોંકાવનારી હોય છે.અમેરિકાએ હાલમાં એક અહેવાલ જાહેર કરીને ચીનની ફરી એક વખત પોલ ખોલી નાંખી છે. અહેવાલ અનુસાર ચીનમાં 2017 થી 2023 સુધીમાં દસ લાખ ઉઈગર સહિતના મુસ્લિમોને મનફાવે તે રીતે પકડીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે.અમેરિકાના વિદેશ મંત્રાલયે કહ્યુ છે કે , 'અમે દુનિયાભરમાં માનવાધિકારોનુ સન્માન કરનારા અને લોકોની સ્વતંત્રતા માટે લડનારાઓનુ સમર્થન કરવાનુ ચાલુ રાખીશું. ચીનમાં 2017 બાદ અત્યાર સુધીમાં 10 લાખ લોકોની ચીનની સરકારે અટકાયત કરી છે. તેમને નજરકેદમાં રાખવામાં આવ્યા છે અથવા તો જેલમાં ધકેલી દેવાયા છે. પત્રકારો,વકીલો, લેખકો, સોશિયલ મીડિયાના બ્લોગર્સ તથા સ્વતંત્રતાના હિમાયતી બીજા લોકો સામે ચીનની સરકાર કોર્ટમાં મનફાવે તે રીતે કેસ ચલાવી રહી છે. સાથે સાથે ઈન્ટરનેટ પર પણ પ્રતિબંધો મુકયા છે. ચીનમાં માનવાધિકારોનુ ઉલ્લંઘન બહુ સામાન્ય વાત છે અને લઘુમતી સમુદાયના લોકોને ટાર્ગેટ બનાવીને તેમની સામે હિંસાનુ શસ્ત્ર ઉગામવામાં આવે છે.'

(7:28 pm IST)