Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

પોલેન્ડમાં વાવાઝોડાના કારણોસર 5ના મોત

નવી દિલ્હી: તોફાની અને શક્તિશાળી વાવાઝોડું ઑરોરેએ સમગ્ર યુરોપને ઘમરોળ્યું જેને કારણે ફ્રાન્સ, જર્મની, નેધરલેન્ડ, બેલ્જિયમ, ચેક રિપબ્લિક, પોલેન્ડ તેમજ ચેનલ આઇલેન્ડ અને સધર્ન ઇંગ્લેન્ડમાં તબાહી મચી હતી. ઠેરઠેર વૃક્ષો પડી ગયાં હતાં, રસ્તા તૂટી ગયા હતા. તોફાની પવન સાથે ભારે વરસાદને કારણે પોલેન્ડમાં 4 લોકોનાં મોત થયાં હતાં. ફ્રાન્સમાં 2,50,000થી વધુ મકાનોમાં અંધારપટ છવાઈ ગયો હતો જ્યારે ફ્રાન્સ, જર્મની, નેધરલેન્ડ, ઇંગ્લેન્ડ સહિત યુરોપનાં 5,00,000થી વધુ મકાનોમાં વીજળી પુરવઠો ખોરવાઈ જતાં લાખો લોકો અંધકારમાં ફસાઈ ગયા હતા. ફ્રાન્સના બ્રિટાનીથી વાવાઝોડાએ વિનાશ વેરવાનું શરૂ કર્યું હતું. ફ્રાન્સમાં અનેક સ્થળે કલાકના 175 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો હતો. જેને કારણે હજારો વૃક્ષો પડી ગયાં હતાં અને મકાનોનાં છાપરાં ઊડી ગયાં હતાં. એકલા ફ્રાન્સમાં જ અઢી લાખ મકાનોમાં વીજળી ગૂલ થઈ ગઈ હતી. જર્મનીમાં આ વાવાઝોડાને ઇગ્નાટ્ઝ તરીકે ઓળખવામાં આવ્યું હતું. કેટલાક દેશોમાં વાવાઝોડાની અસરને પગલે ભારે હિમવર્ષા થઈ હતી અને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું.

 

(5:47 pm IST)