Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

અમેરિકામાં કોમ્પ્યુટર ચિપ પુરવઠાના અભાવના કારણોસર સર્જાઈ કારની ભારે અછત

નવી દિલ્હી: અમેરિકામાં યર એન્ડ વિક સૌથી વધુ ખરીદીનો સમય હોય છે. કાર ખરીદનારાની સંખ્યા તો બહુ મોટી હોય છે, પરંતુ આ વખતે નવી કે જૂની કાર ખરીદનારાને કાર નથી મળી રહી. તેનું કારણ એ છે કે, કોરોનાકાળમાં અમેરિકામાં નવી કોરોના એસેમ્બલિંગ માટે કમ્પ્યૂટર ચિપ અને જૂની કારના સ્પેરપાર્ટ્સનો પૂરતો પુરવઠો જ નથી. આ સ્થિતિમાં નવી કારોનું ઉત્પાદન ઘણું ઘટી ગયું છે. નવી કે જૂની કાર ખરીદનારાને લાંબી સફર કરીને ફ્લાઈટમાં ડિલિવરી લેવા જવું પડી રહ્યું છે. અમેરિકામાં અનેક કારમાં પણ કમ્પ્યૂટર ચિપનો જ ઉપયોગ થાય છે. ઓટો ઈન્ડસ્ટ્રીને ચિપ નહીં મળવાથી ઉત્પાદન બંધ કરવું પડ્યું છે કે ઘટાડવું પડ્યું છે. એટલે ડીલરો પાસે પણ કાર નથી. આ કારણસર અનેક લોકો અંતરિયાળ વિસ્તારોમાં કે દૂરના શહેરોમાં જઈને પણ કાર ખરીદી રહ્યા છે. અમેરિકામાં આ વર્ષે ચાર કાર કંપનીએ યર એન્ડ ડિસ્કાઉન્ટ ઓફર નથી કર્યું. એટલું જ નહીં, આ કંપનીઓ નવી કાર પર લગભગ રૂ. બે લાખ સુધીની વધુ રકમ વસૂલી રહી છે.

(6:34 pm IST)