Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

ઓસ્ટ્રેલિયામાં પ્રથમવાર એકજ દિવસમાં આવ્યા આંઠ હજાર કેસ:ઈનડોર પણ માસ્ક થયા ફરજીયાત

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયામાં કોરોના વિસ્ફોટ થયો છે. અહીં પહેલીવાર એક દિવસમાં 8 હજારથી વધુ નવા કેસ આવ્યા છે. સૌથી વધુ 5,715 કેસ ન્યુ સાઉથ વેલ્સમાં આવ્યા. એક દર્દીનું મોત થયું છે. રાજ્યના આરોગ્યમંત્રી બ્રેડ હેઝાર્ડના જણાવ્યાનુસાર 80% દર્દીઓમાં ઓમિક્રોન વેરિયન્ટ મળ્યો છે. ન્યુ સાઉથ વેલ્સ અને વિક્ટોરિયામાં જાહેર સ્થળોએ ઇનડોરમાં 8 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે માસ્ક ફરજિયાત કરી દેવાયું છે. ઓમિક્રોન વેરિયન્ટની સૌથી મોટી અસર ક્રિસમસ અને ન્યુ યરના સેલિબ્રેશન પર પડતી જણાઇ રહી છે. મેલબોર્નના હોટલ માલિક નરેન્દ્ર ગર્ગે જણાવ્યું કે લૉકડાઉનથી તેમને દોઢ કરોડ રૂપિયાનું નુકસાન થઇ ચૂક્યું છે અને હવે ન્યુ યર પાર્ટીનાં બુકિંગ રદ થઇ રહ્યાં છે. મોનાશ યુનિ.ના પ્રો. વિનોદ મિશ્રાએ ભાસ્કરને જણાવ્યું કે સંક્રમણ વધવા છતાં આવનારા દિવસોમાં સ્થિતિ વણસે તેવી શક્યતા ઓછી છે, કેમ કે રસીકરણનો દર વધુ છે.

(6:34 pm IST)