Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

રશિયા સામેના યુદ્ધમાં અમેરિકાએ સિક્રેટ હથિયાર યુક્રેનને પુરા પડ્યા હોવાના સમાચાર

નવી દિલ્હી: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં યુક્રેને હવે રશિયા સામે અમેરિકાએ આપેલી સિક્રેટ મિસાઈલનો પણ ઉપયોગ શરુ કરી દીધો છે.આ મિસાઈલ MGM-140 ATACMS એટલે કે આર્મી ટેકિટકલ મિસાઈલ સિસ્ટમ તરીકે પણ ઓળખાય છે. આ લાંબા અંતરની આ મિસાઈલને અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડને ગુપ્ત રીતે યુક્રેનને પૂરી પાડવા માટે સંમતિ આપી દીધી છે. 12 માર્ચે તેને યુક્રેન માટે જાહેર કરાયેલા 300 મિલિયન ડોલરના હથિયારોના પેકેજમાં ગૂપચૂપ રીતે સામેલ કરી દેવામાં આવી હતી. આ મહિનાની શરુઆતમાં જ MGM-140 ATACMS મિસાઈલ યુક્રેન પહોંચી ચૂકી હતી.આ પહેલા આ મિસાઈલ યુક્રેનને આપવા સામે અમેરિકાની સરકારે ચિંતા વ્યક્ત કરી હતી. અમેરિકાને યુક્રેનની મિસાઈલ ઓપરેટ કરવાની તૈયારી અને ક્ષમતા પર શંકા હતી. MGM-140 ATACMS મિસાઈલ અમેરિકાની લોકહીડ માર્ટીન કંપની બનાવે છે અને દર વર્ષે 500 જેટલી મિસાઈલોનુ પ્રોડક્શન કરવામાં આવે છે.

 

(6:34 pm IST)