Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

કોરોનાના કેસમાં ભરખમ વધારો થતા સેન્ટપીટર્સબર્ગમાં 30મી થી લોકડાઉનનું એલાન

નવી દિલ્હી: રશિયા અમેરિકા અને ચીન સહિતના દેશોમાં કોરોનાવાયરસ નો ફરીથી હાહાકાર શરૂ થયો છે અને દરરોજ હજારોની સંખ્યામાં નવા કેસ બહાર આવી રહ્યા છે અને રશિયાની હાલત સૌથી વધુ ખરાબ દેખાઈ રહી છે. રશિયાના શહેર સેન્ટ પીટર્સબર્ગ માં 30મી તારીખથી લોક ડાઉન નું એલાન કરી દેવામાં આવ્યું છે અને આગામી દિવસોમાં પણ અહીં પરિસ્થિતિ વધુ બગડે તેવી સંભાવના છે.

કોરોનાવાયરસ ના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ ને લીધે રશિયા સહિતના દેશોમાં તરખાટ મચી ગયો છે અને હોસ્પિટલો હાઉસફુલ થઈ રહી છે. રશિયામાં ૭ નવેમ્બર સુધી તમામ રેસ્ટોરન્ટ,કાફે અને મોટા મોલ બંધ રાખવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે અને પાછલા ૨૪ કલાકમાં અહીં ૩૫ હજારથી વધુ નવા કેસ બહાર આવી ગયા છે.રશિયામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન એક હજારથી વધુ દર્દીઓ ના મૃત્યુ પણ થઇ ગયા છે અને એટલા માટે સરકાર દ્વારા પ્રતિબંધ જાહેર કરવામાં આવી રહ્યા છે અને જરૂર પડ્યે વધુ કેટલાક નિયમો નાખવામાં આવશે.

 

(5:51 pm IST)