Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

ચીનમાં 31 ડિસેમ્બર પહેલા છૂટાછેડા લેવા માટે લાગી દંપતીઓની લાઈન

નવી દિલ્હી: ડિવોર્સ એટલે કે છુટાછેડા એક કાયદાકિય પ્રક્રિયા છે. જેમ આપણે ભારતમાં થાય છે તેમ વિશ્વના તમામ દેશોમાં થાય છે. ત્યારે વાત છે ચીનની કે જ્યાં અત્યારે છુટાછેડા લેવા માટે દપંતિઓની લાઇન લાગી છે. ડિવોર્સ માટેની કચેરીઓ બહાર લાંબી લાંબી લાઇનો લાગે છે. ઓનલાઇન અપોઇન્ટમેન્ટ પણ ફુલ છે. દરેક દંપતિને ડિવોર્સ લેવા માટેની ઉતાવળ છે. દરેક લોકો પ્રયાસ કરી રહ્યા છે કે તેમને 31 ડિસેમ્બર પહેલા છુટાછેડા મળી જાય.

             તમને સવાલ થશે કે આવું કેમ હશે? તો તેનો જવાબ છે કે ચીનમાં જાન્યુઆરી 2021થી પહેલી નાગરિક સંહિતા લાગુ થનાર છે. જેના કારણે છુટાછેડા માટેના નિયમો બદલી જશે. સરળ ભાષામાં કહીએ તો એક જાન્યુઆરી 2021 બાદથી છુટાછેડા લેવા મુશ્કેલ થઇ જશે. અત્યાર સુધી ચીનમાં ડિવોર્સ પ્રક્રિયા એકદમ સરળ હતી. ડિવોર્સ માટેની અરજી કર્યાના બે કે ત્રણ દિવસની અંદર તેને મંજૂરી મળી જતી. જ્યારે હવે નવા નિયમો પ્રમાણે ડિવોર્સ લેવા માંગતા દંપતિઓએ છ મહિનાના કુલ ઓફ પિરિયડમાંથી પસાર થવાનું રહેશે. એટલે કે જો ગુસ્સામાં જ ડિવોર્સનો નિર્ણય લીધો હયો તે તેને બદલી શકાય. સાથે જ કદાચ સાથે રહેવાથી પતિ પત્ની વચેચ સમાધાન પણ થઈ શકે.

(5:14 pm IST)