Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

ઈંગ્લેન્ડમાં જેલમાંથી છૂટ્યા બાદ અડધાથી વધારે મહિલાઓ પાસે રહેવા માટે ઘર નથી હોતું:સંશોધન

નવી દિલ્હી: ઇન્ડિપેન્ડન્ટ પ્રિઝન મોનિટરે પોતાના રિપોર્ટમાં ખુલાસો કર્યો છે કે, જેલમાંથી છૂટ્યા પછી અડધાથી વધારે મહિલાઓ પાસે રહેવા માટે ઘર હોતું નથી. ઇંગ્લેન્ડની મહિલા કેદીઓ પર કરેલા રિસર્ચ પ્રમાણે, 60% મહિલા કેદીઓ પાસે જેલમાંથી છૂટ્યા પછી રહેવાની કોઈ વ્યવસ્થા હોતી નથી. સંશોધકોના જણાવ્યા પ્રમાણે, જેલમાંથી બહાર આવ્યા પછી મહિલાઓ હોસ્ટેલમાં રહેવા માટે મજબૂર થઇ જાય છે. તેઓ ફૂટપાથ પર પણ રહે છે. ઘણીવાર એટલી બધી તકલીફો હોય છે કે તેઓ ઘરે પરત જવાને બદલે જેલમાં પાછું જવાનું પણ પસંદ કરી લે છે. જેલમાં રહેતી 40% મહિલાઓ માને છે કે, અમે જ્યારે છૂટીશું ત્યારે અમારી પાસે રહેવા માટે કોઈ જગ્યા નહિ હોય. વર્ષે ફેબ્રુઆરી મહિનામાં 10 જેલોની 80 મહિલાઓમાંથી એક ચતુર્થાંશ મહિલાઓ તેમનું ઘર ગુમાવી ચૂકી હતી. 6 માંથી એક મહિલા જેલમાં આવ્યા પહેલાં બેઘર હતી. 41 ટકા મહિલા કેદીઓનું કહેવું છે કે, જેલમાંથી છૂટ્યા પછી અમારી પાસે ઘર છે. 45 ટકા મહિલાઓ બેઘર અને 14 ટકા મહિલાઓને તેમનું સ્થાનિક એડ્રેસ ખબર નથી.

(6:15 pm IST)