Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

ઓએમજી..... આ છે દુનિયાના સૌથી વૃદ્ધ જિમનાસ્ટ:કરે છે ખતરનાક સ્ટંટ

નવી દિલ્હી: વૃદ્ધાવસ્થામાં વ્યક્તિને ચાલવામાં પણ મજબૂર થઇ જાય છે, ખરેખર, આજકાલ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વૃદ્ધ મહિલા જીમનાસ્ટની મૂવમેન્ટ કરતી જોઈ શકાય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે વીડિયોમાં જોવા મળેલી આ મહિલા 95 વર્ષની છે અને તે આ ઉંમરે પણ 20 વર્ષના જીમનાસ્ટને હરાવી શકે છે.

          વીડિયોને રેક્સ ચેપમેન નામના યુઝરે ટ્વિટ કર્યો છે. બાદમાં ભારતીય વન સેવા અધિકારી સુશાંત નંદાએ રિટ્વીટ કર્યુ છે. વીડિયોમાં જોવા મળતો જીમનાસ્ટનું નામ જોહાના ક્વાસ છે, જે જર્મનીમાં રહે છે. 95 વર્ષની જોહાના આ ઉંમરે પણ સંપૂર્ણ રીતે ફિટ છે અને જવાન જીમનાસ્ટની જેમ મૂવમેન્ટ કરે છે. ચોક્કસ તમે પણ વીડિયો જોયા પછી આશ્ચર્યચકિત થઈ જશો. તમે તેના ચહેરા પરથી ઓળખી શકો છો કે જોહાના વૃદ્ધ છે.

(5:55 pm IST)