Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

ચીની કપલે બે બાળકોની પોલિસીને તોડી કર્યા ૭ બાળકો : ભર્યો ૧ કરોડનો દંડ

હજુ પણ ચીનમાં ૨ ચાઇલ્ડ પોલિસીની નીતિ લાગુ છે

બીજીંગ,તા. ૨૭: ચીનમાં એક કપલે ૨ ચાઈલ્ડ કપલન પોલિસીનું ઉલ્લંદ્યન કરતાં ૭ બાળકોને જન્મ આપ્યો, પરંતુ તેના માટે આ કપલે ભારે રકમ ચૂકવવી પડી છે. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના રિપોર્ટ મુજબ, આ કપલે ૭ બાળકોને જન્મ આપવાના કારણે ૧ લાખ ૫૫ હજાર ડોલર્સ એટલે કે ૧ કરોડથી રૂપિયાથી વધારાની રકમ સોશિયલ સપોર્ટ ફીસના રૂપમાં આપવી પડી. ૩૪ વર્ષીય બિઝનેસમેન Zhang Rongrong અને તેના ૩૯ વર્ષીય પતિના ૫ છોકરા અને બે છોકરીઓ છે. ચીનની બે બાળકો પોલિસીનું ઉલ્લંદ્યન કરવાના કારણે કપલે સરકારને સોશિયલ સપોર્ટ ફી આપી છે. જો તેઓ એમ ન કરતાં તો તેમના બાકીના ૫ બાળકોને સરકારી આઇડેન્ટિટી સાથે જોડાયેલા દસ્તાવેજ ન મળતા.

જયાંગનો સ્કિન કેર, જવેલરી અને ગારમેન્ટ્સનો બિઝનેસ છે અને તેની કંપનીઓ દક્ષિણ-પૂર્વી ચીનમાં સ્થિત છે. તેમણે ધ પોસ્ટ સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે, તેઓ દ્યણા બાળકો ઇચ્છતી હતી, કેમ કે તેમને એકલાપણાથી ડર લાગતો હતો અને તે કયારેય એકલી રહેવા માંગતી નહોતી. તેમણે કહ્યું કે જયારે મારા પતિ પોતાના બિઝનેસ ટ્રીપના કારણે બહાર રહે છે તો મને પરેશાની થતી હતી. મારા મોટા બાળકો પણ અભ્યાસ માટે બીજા શહેરોમાં નીકળી ચૂકયા છે. એવામાં મારા નાના-નાના બાળકો જ મારી સાથે હતા, જોકે અમે ૭ બાળકો બાદ કોઈ સંતાનોને જન્મ આપવા જઈ રહ્યા નથી.

તેમણે આગળ કહ્યું કે અમે આ બાળકોને જન્મ આપવા પહેલા એ સુનિશ્વિત કર્યું હતું કે તેઓ આર્થિક રૂપે સંપન્ન રહે જેથી અમે આ બાળકોને આર્થિક સુરક્ષા આપી શકીએ. ઉલ્લેખનીય છે કે ચીને વર્ષ ૧૯૭૯મા વન ચાઇલ્ડ પોલિસી શરૂ કરી હતી. વર્ષ ૨૦૧૫મા એટલે કે ૩૬ વર્ષો બાદ એક બાળકોની પોલિસી બંધ કરી દેવામાં આવી હતી અને હજુ પણ ચીનમાં ૨ ચાઇલ્ડ પોલિસીની નીતિ લાગુ છે. તમને જણાવી દઈએ કે વન ચાઇલ્ડ પોલિસીના કારણે ચીનમાં જન્મદર ઘટી રહ્યો છે અને વર્ષ ૨૦૧૯માં હજાર લોકો પર માત્ર ૧૦ જન્મદર રહી ગયો હતો, જે ૭૦ વર્ષોમાં સૌથી ઓછો છે. ઘણાં વિશેષજ્ઞોનું માનવું છે કે ઘટતો જન્મદર અને વૃદ્ઘ લોકોની જનસંખ્યા ડેમોગ્રાફિક તરીકે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. ગ્લોબલ ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, ગયા વર્ષથી ચીનમાં એક કપલના બેન્ક અકાઉન્ટને ફ્રીઝ કરી દેવામાં આવ્યૂ હતું, કેમ કે એ કપલે ટૂ ચાઇલ્ડ પોલિસીનું ઉલ્લંઘન કર્યું હતું. કોર્ટે આ કપલનું ત્રીજું બાળક હોવા પર ૪૫ હજાર ડોલર્સ એટલે કે ૩૨ લાખ રૂપિયાની ફીસ ભરવાનો આદેશ આપ્યો હતો.

(2:35 pm IST)
  • દેશમાં કોરોનાના સતત વધતા કેસથી ચિંતા :એક્ટિવ કેસની સંખ્યામાં પણ વધારો : મૃત્યુઆંક 1.57 લાખને પાર પહોંચ્યો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 16, 803 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,10,96,440 થઇ :એક્ટિવ કેસ 1,61,506 થયા: વધુ 11,707 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,07,73,275 થયા :વધુ 112 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,57,087 થયા access_time 1:16 am IST

  • કોરોના વાયરસ, બાર્ડ બ્લુ બાદ હવે પર્વો વાયરસથી ખળભળાટ : યુપીના કાનપુરમાં પર્વો વાયરસની ઘાતક અસરથી 8 શ્વાનોએ જીવ ગુમાવ્યો :બે કુતરાઓના પીએમ રિપોર્ટમાં આંતરડા સડી ગયાનો ઘટસ્ફોટ : કુતરાના મોત પહેલા લોહીની ઉલ્ટી પણ થઈ હતી access_time 12:29 am IST

  • મહારાષ્ટ્રમાં કોરોનાએ ફૂફાડો માર્યો : સતત ચોથા હજારથી વધારે નવા કેસ નોંધાતા તંત્રમાં દોડધામ : વધુ 51 દર્દીઓનો કોરોનાએ જીવ લીધો :મહારષ્ટ્રમાં કુલ મૃત્યુઆંક 52 હજારને પાર પહોંચ્યો : અનેક જિલ્લામાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો access_time 12:47 am IST