Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

ઓએમજી..... જાપાનમાં શાળામાં વિદ્યાર્થીઓને વાળ કાળા છે કે નહીં તેનું પણ આપવું પડે છે પ્રમાણપત્ર

નવી દિલ્હી: ભારતમાં કેટલીક સ્કૂલોમાં માથાના વાળ લાંબા રાખવા કે ઓવર સ્ટાઇલના કારણે વિધાર્થીઓને ટોકવામાં આવતા હોય છે. કપાવેલા ટૂંકા અને વ્યવસ્થિતવાળ શિસ્તનો ભાગ ગણવામાં આવે છે. પરંતુ જાપાનમાં તો વાળ ઓરીજનલ કાળા છે કે નહી તેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું ફરમાન કરવામાં આવ્યું છે. જાપાનમાં જન્મથી વાળ કાળા ના હોય તેવા બાળકોને પરેશાનીનો સામનો કરવો પડી રહયો છે. પ્રાપ્ત માહિતી મુજબ ટોકયોની અડધી સ્કૂલોએ બાળકોને પ્રમાણપત્ર રજૂ કરવા જણાવ્યું છે.

             જો બાળકોના વાળ કાળા છે કે ભૂરા પરંતુ તે અસલી છે અને તેમાં આર્ટિફિશિયલ કલર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી એનું પ્રમાણ કરવા સૂચના આપવામાં આવી છે કારણ કે બાળકો પણ હેર સ્ટાઇલ તથા વાળના કલરને લઇને ફેશન કરતા થયા છે. ટોકયોમાં કુલ ૧૭૭ જેટલી સ્કૂલો છે જેમાંથી ૭૯ સ્કૂલોએ આદેશ રજૂ કર્યો છે. જાપાનમાં અનેક સ્કૂલોમાં બાળકોના બાળના રંગ, મેકઅપ, યૂનિફોર્મને લઇને કડક નિયમો પળાવવામાં આવી રહયા છે. ખાસ કરીને છોકરીઓના સ્કર્ટની લંબાઇને લઇને કોઇજ બાંધછોડ કરવામાં આવતી નથી. ટોકયોના શિક્ષણ બોર્ડે જાપાનના મીડિયા સમક્ષ ખૂલાસો કર્યો કે વાળના પ્રમાણપત્ર અંગેનો નિયમ બધી સ્કૂલોમાં ફરજીયાત નથી પરંતુ ૭૯માંથી માત્ર સ્કૂલોએ નિયમમાં છુટ આપી છે.

(5:34 pm IST)
  • જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ સામે લડનારા સેનાના અધિકારીઓ અને જવાનોને સન્માન : એનાયત કરાયા: વીરતા પદક એનાયત કરીને તેના કાર્યને બિરદાવ્યું access_time 12:48 am IST

  • કોરોના વાયરસ, બાર્ડ બ્લુ બાદ હવે પર્વો વાયરસથી ખળભળાટ : યુપીના કાનપુરમાં પર્વો વાયરસની ઘાતક અસરથી 8 શ્વાનોએ જીવ ગુમાવ્યો :બે કુતરાઓના પીએમ રિપોર્ટમાં આંતરડા સડી ગયાનો ઘટસ્ફોટ : કુતરાના મોત પહેલા લોહીની ઉલ્ટી પણ થઈ હતી access_time 12:29 am IST

  • બે દાયકા પહેલા રાજનાથસિંહે બાળક લીધો હતો દત્તક : તેના લગ્નમાં પહોંચી આશીર્વાદ આપ્યા :રક્ષામંત્રી રાજનાથસિંહે કહ્યું હું જયારે ઉત્તરપ્રદેશનો મુખ્યમંત્રી હતો ત્યારે વિજેન્દરના અભ્યાસનો ખર્ચ ઉઠાવવા નક્કી કર્યું હતું : આજે ડોક્ટર તરીકે જોઈને ખુબ ખુશી થઇ છે access_time 12:40 am IST