Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

પાકિસ્તાનના 150 અણુબોમ્બ પર તાલિબાન કરી શકે છે કબ્જો

નવી દિલ્હી: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સુરક્ષા સલાહકાર રહી ચુકેલા જોન બોલ્ટને આશંકા વ્યકત કરી છે કે,અમેરિકી વૈજ્ઞાનિકોની વાપસી બાદ હવે તાલિબાન પાકિસ્તાનના 150 પરમાણુ બોમ્બ પર કબ્જો જમાવી શકે છે. બોલ્ટને વધુમાં જણાવ્યું હતું કે જો ઇસ્લામિક કર્ટર પંથી પાકિસ્તાન પર કબ્જો જમાવી લે તો પરમાણુ હથિયાર તાલિબાનોના હાથમાં જવાનો ખતરો વધ્યો છે. બોલ્ટને ત્યાં સુધી કહયું હતું કે, તાલિબાનોનું હવે અફઘાનિસ્તાન પર નિયંત્રણ આવી ગયું છે. જેથી પાકિસ્તાન પણ આતંકીઓ તાલિબાનીઓના કબ્જામાં આવી જવાનો ખતરો વધ્યો છે. આનો અર્થ એ પણ છે કે, પાકિસ્તાનના 150 અણુ બોમ્બ તાલિબાનોના હાથમાં જઇ શકે છે.ઉલ્લેખનીય, છે કે, અમેરિકાના સૈનિકોના અફઘાનિસ્તાનમાંથી હટી ગયા બાદ અફઘાન સેનાને અમેરિકાએ આપેલા અબજો ડોલરના અત્યાધુનિક હથિયારો તાલિબાનના હાથમાં આવી ગયા છે.

 

(7:04 pm IST)