Gujarati News

Gujarati News

News of Thursday, 28th October 2021

સોશિયલ મીડિયામાં થઇ રહ્યો છે અજીબોગરીબ વિડીયો વાયરલ:નદીમાંથી બહાર નીકળી રહેલ શખ્સ પર મગરે કર્યો હુમલો

નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર આ દિવસોમાં એક શોકિંગ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે નદીમાં એક વ્યક્તિ પોતાનો જીવ બચાવવા કિનારે આવવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ વીડિયો બ્રાઝિલનો (Brazil) જણાવવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, મગર (Crocodile) આ વ્યક્તિ પર હુમલો કરે છે. મળતી માહિતી અનુસાર આ ઘટના કેમ્પો ગ્રાન્ડેના લાગો દા અમોરમાં બની હતી. આ વીડિયો જોઈને તમારા હોંશ ઉડી જશે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, આ તરવૈયો નદીની બહાર આવવાનો પ્રયાસ કરે છે, ત્યારે જ આ મગર તેના પર હુમલો કરે છે. આ ઘટના બાદ મોબાઈલ ઈમરજન્સી કેર સર્વિસને કોલ કરવામાં આવ્યો હતો. જો કે સદનસીબે, તરવૈયાને કોઈ ગંભીર ઈજા થઈ ન હતી. આ શોકિંગ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

(5:26 pm IST)