Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

ચીનના ઉત્તરપૂર્વ પ્રાંત લીઓનિંગ પ્રાંતમાં ચાકુના હુમલામાં ઓછામાં ઓછા સાત લોકો મોતને ભેટ્યા

નવી દિલ્હી: ચીનનાઉત્તરપૂર્વ પ્રાંત લિઓનીંગ પ્રાંતમાં કરાયેલા ચાકુના હુમલામાં ઓછામાં ઓછા સાત લાકોના મોત થયા હતા, એમ અિધકારીઓએ આજે કહ્યું હતું. પોલીસે શંકાસ્પદની ધરપકડ કરી હતી, એમ સરકારી સમાચાર સંસૃથાએ કહ્યું હતું. કાઇયુઆન શહેરની આ ઘટનામાં સાત જણા ઘાયલ થયા હતા.

       હુમલાખોરને પકડવામાં સામેલ એક અિધકારી પણ ચાકુના હુમલામાં ઘાયલ થયા હતા.અિધકારીઓએ સાત જણાના મોતની વાતને પુષ્ટી આપી હતી.ઘાયલોને સારવાર માટે દવાખાને ખસેડાયા હતા, પરંતુ તેમની સિૃથતિ અંગે તાત્કાલિક કોઇ જ જાણકારી મળી નહતી.અન્ય દેશોની સરખામણીમાં ચીનમાં આવા હિંસાત્મક હુમલા ઓછા થાય છે. પરંતુ તાજેતરના વર્ષોમાં આવા શ્રેણીબધૃધ હુમલાઓમાં વધારો થયો હતો.

(6:51 pm IST)